મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં કડી પોલીસે લોકડાઉનમાં દારૂનો વેપાર કરતાં હોવાનું બહાર આવતાં કડી પોલીસ સ્ટેશનના પીઆઈ, બે પીએસઆઈ અને કોસ્ટેબલ સહિત નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


મહેસાણાના કડી પોલીસ મથકમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી રાજય પોલીસ વડાને મળી હતી. આ મામલે કડી પોલીસ મથકમાં અન્ય એજન્સી રેડ કરવા પહોંચે તે પહેલાં પોલીસ સ્ટેશનમાં પડેલા દારૂને કડી પોલીસ મથકના પી આઈ અને સ્ટાફે ગુમ કરી દેતાં રાજય પોલીસ વડાએ કડી પોલીસ મથકમાં દારૂકાંડ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

આ આદેશના પગલે ગાંધીનગર રેન્જ આઈ. જી. મયંકસિહ ચાવડા ચાવડાએ એક એસઆઈટીની રચના કરી હતી. આ એસઆઈટીએ કેટલો દારૂ ક્યાં વેચાયો અને વધેલા દારૂનો ક્યાં નાસ કરાયો તે દિશામાં તપાસ શરુ કરી હતી. તપાસમાં માહિતી મળી કે, કેટલોક દારૂનો જથ્થો કડી પાસેની નર્મદાની મુખ્ય કેનાલમાં ફેકાયો છે. આ દારૂ શોધવા એનડીઆરએફની બે ટીમો બોલાવવામાં આવી હતી. NDRFની ટીમે કેનાલના ઉંડા પાણીમાથી 131 બોટલ દારૂ બહાર કાઢ્યો હતો. બીજી તરફ પોલીસ તપાસમાં પણ બહાર આવ્યું કે કડી પોલીસ મથકમાં દારૂબંધીના ગુનામાં પકડાયેલ દારૂનો જથ્થો તેમજ અન્ય દારૂનો જથ્થો લાવી ખુદ પોલીસ આ દારૂ વેચતી હતી

કડી પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષથી પડેલો દારૂનો મુદામાલ કડી પોલીસ મથકના પી.આઈ, બે પીએસઆઈ અને કોસ્ટેબલ મળી વેચી દેતા હતા.

આ કેસમાં નીચેના પોલીસો સામને ફરિયાદ નોંધાઈ છે.

1. ઓ એમ દેસાઈ P I

2. એ એસ બારા psi

3. કે એન પટેલ psi

4. મોહનભાઈ .ASI

5. હિતેશભાઈ પટેલે ASI

6. પ્રહલાદભાઈ પટેલ..ASI

7. શૈલેષભાઈ પટેલ ASI

8. ગિરીશભાઈ પરમાર.હોમગાર્ડ

9. ચિરાગ.હોમગાર્ડ