મહેસાણા:  જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ તેના ખતરા પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને સાયબર ક્રાઈમની ઘટનાઓ અને બેંક ફ્રોડની ઘટનાઓમાં બહુ વધારો થયો છે. આવી છેતરપિંડીનો ભોગ મહેસાણાના એક બિલ્ડર બન્યા છે. ICICI બેન્કમાં ખાતું ધરાવતા મહેસાણાના બિલ્ડરના 37 લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા છે. નવાઈની વાત એ છે કે, કોઈપણ જાતની સિગ્નેચર કે ઓટીપી વિના બેન્ક ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી જતા બિલ્ડરે પોલીસ  ફરિયાદ નોંધાવી છે.


મહેસાણા ઉર્વી કન્સ્ટ્રકશન કંપનીના માલિક  દુર્ષ્યન્તભાઈ પટેલ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. મહેસાણાની ICICI બેન્કમાં એકાઉન્ટ છે. જોકે ICICI બેંકના એકાઉન્ટમાંથી એક જ દિવસમાં તબક્કા વાર 37 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા. ઓટીપી કે કોઇ ફ્રોડ કૉલ કે કોઇ ફ્રોડ લીંક આવી ન હોવા છતાં ખાતામાંથી પૈસા ઉપડી જતા બિલ્ડર સીધા બેન્કની શાખામાં આવ્યા બેન્કના મેનેજરને જાણ કરવામાં આવી હતી.


બિલ્ડરને બેન્કના અધિકારી દ્વારા જવાબ ન મળતા બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ આપી જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. સામાન્ય રીતે  ઓટીપી કે,  મોબાઈલમાં લિંક મોકલી બેન્કમાંથી નાણાં ઉઠાવી લેવાની અનેક ઘટના બને છે પણ મહેસાણામાં કોઈજાતની લિંક કોલ કે ઓટીપી વિના આ રીતે લાખો રૂપિયા બેન્કના ખાતામાંથી ઉપડી જતા બેન્કના અધિકારીઓ અને  પોલીસ ચોકી ગઈ છે અને તપાસ શરૂ કરાઈ છે.


દીકરીને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી ઉતારી મોતને ઘાટ


અમદાવાદમાં માતાની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. માતાએ દીકરીની બીમારીથી કંટાળી હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી દેતા મોત નિપજ્યું હતું. મળતી વિગત પ્રમાણે, દીકરી જન્મ બાદ સતત બીમાર રહેતી હતી. બાળકીને કોઈ ફર્ક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીમાર દીકરીથી કંટાળી માતાએ જ તેને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી ફેંકી દેતા મોત નિપજ્યું હતું. પતિએ જ પત્ની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક 47 વર્ષીય બિઝનેસમેને ગોળી મારીને આત્મહત્યા કરી. સુસાઈડ નોટમાં બિઝનેસમેને પોતાના મૃત્યુ માટે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી સહિત છ લોકોને જવાબદાર ઠેરવ્યા છે.


બિઝનેસમેને લોન ચુકવવા ઘર, જમીન વેચવા પડ્યા


એસ પ્રદીપ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ 2018માં બેંગલુરુની એક ક્લબમાં 1.2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બે લોકોએ નોટમાં તેનું નામ લખ્યું હતું. તેણે ક્લબમાં કામ કરવા બદલ પગાર સહિત દર મહિને ત્રણ લાખ રૂપિયા પરત કરવાનું વચન આપ્યું હતું. જોકે, પૈસા લીધા બાદ ગોપી અને સોમૈયા નામના બે શખ્સોએ ઘણા મહિનાઓ સુધી પ્રદીપને પૈસા પરત કરવાની ના પાડી હતી. નોટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રદીપે વ્યાજની ચુકવણી કરવા માટે ઘણી લોન લેવી પડી હતી અને પેમેન્ટ કરવા માટે પોતાનું ઘર અને ખેતીની જમીન પણ વેચવી પડી હતી .


માનસિક ત્રાસ


ઘણી આજીજી કર્યા બાદ પણ તમામ લોકોએ પ્રદીપને પૈસા પરત કર્યા ન હતા. તેથી, પ્રદીપ આ મુદ્દો ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી પાસે લઈ ગયો. ધારાસભ્યએ પ્રદીપના પૈસા પરત કરવા માટે બંને સાથે વાત કરી હતી, પરંતુ તેઓએ કહ્યું હતું કે તેઓ માત્ર 90 લાખ રૂપિયા જ પરત કરશે. સુસાઈડ નોટમાં ડોક્ટર જયરામ રેડ્ડી પર પ્રદીપના ભાઈની મિલકત વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કરવાનો અને પ્રદીપને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. નોટના અંતે જે છ લોકોના નામ લખવામાં આવ્યા છે તે આટલું મોટું પગલું ભરવા માટે કોણ જવાબદાર છે. તેણે બીજેપી ધારાસભ્ય અરવિંદ લિમ્બાવલીનું નામ પણ છે અને તેના પર પ્રદીપના પૈસા પાછા ન આપવાનો આપવાનો આરોપ લગાવ્યો છે.