ઘટના એવી છે કે, મહેસાણા જિલ્લાના કડીના ચાલાસણ ગામે 8 માસની બાળકી પર અજાણ્યા શખ્સે એસિડે એટેક કર્યો છે. બાળકી ઘરમાં સુઇ રહી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સે તેના પર એસિડ ફેંક્યો જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. દાઝી ગયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. એસિડ હુમલા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસે એસિડ હુમલા અંગે તપાસ શરૂ કરી જોકે, હજુ સુધી પોલીસની પકડમાં એસિડ હુમલો કરનાર આરોપ આવ્યો નથી, આરોપી ફરાર છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે એસિડ એટેક કરનારો શખ્સ કોઇ કુટંબીજન હોવાની શંકા છે. જોકે, હાલ પોલીસની પકડમાંથી બહાર છે.