હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે અજાણ્યા વાહનની ટક્કરે પોલીસકર્મી અને તેની પત્નીનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બાઇક લઈને દંપતી અમદાવાદ આવી રહ્યું હતું ત્યારે હિંમતનગરના કરણપુર પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહનની ટાક્કરથી બાઈક ચાલક અને સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.

ભિલોડાના કુંડોલના ટીંટોઈ ગામનું દંપતી બાઈક પર અમદાવાદ જઈ રહ્યું હતું, ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં રતનલાલ ડામોર અને તેમના પત્નીનું નિધન થયું છે. બાઇક સવાર અમદાવાદ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલોસ ઘટના સ્થળે પહોંચી હતી. ગાંભોઈ પોલીસને અકસ્માતની જાણ કરતા પોલીસે અજાણ્યા વાહન સામે કાર્યવાહી હાથ ધરી છે.