Banaskantha : પ્રેમલગ્ન કરનારી યુવતીને રૂમમાં પૂરી મારી દીધું તાળું, સરકારી ટીમ પહોંચતા કર્યો હુમલો ને ....

દાંતાના મંડાલી ગામે 181ની ટીમના કાર્યમાં રૂકાવટ કરી હોબાળો કરાયો હતો. મંડાલી ગામની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેના છૂટાછેડા લેવડાવી પરિવારજનો તેને ઘરમાં તાળું મારી પુરી રાખતા હતા .

Continues below advertisement

દાંતાઃ બનાસકાંઠામાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના જ પરિવારે છૂટાછેડા લેવડાવી ઘરને તાળું મારીને પૂરી દીધી હોવાની ઘટના સામે આવી છે. પરિવારના સભ્યોએ યુવતીને ઘરમાં પૂરી દેતા યુવતીએ મહિલા હેલ્પલાઇન 181 અભયમની મદદ માંગી હતી. યુવતીએ મદદ માંગતા મહિલા હેલ્પલાઇનની ટીમ યુવતીના ઘરે આવી પહોંચી હતી. જોકે, પરિવારે મહિલા હેલ્પલાઇનની ટીમ પર હુમલો કરી દીધો હતો. 

Continues below advertisement

આ અંગેની વિગતો એવી છે કે, દાંતાના મંડાલી ગામે 181ની ટીમના કાર્યમાં રૂકાવટ કરી હોબાળો કરાયો હતો. મંડાલી ગામની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેના છૂટાછેડા લેવડાવી પરિવારજનો તેને ઘરમાં તાળું મારી પુરી રાખતા હતા . પીડિત યુવતીએ 181 અભયમની  મદદ માંગતા ટિમ યુવતીના ઘરે પહોંચી હતી. 181ની મહિલાકર્મી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ યુવતીનું નિવેદન લેવાની કાર્યવાહી કરતા હતા ત્યારે યુવતીના પરિવારજનોએ ઉશ્કેરાઈ હુમલો કર્યો હતો. 

181ની ટીમે હડાદ પોલીસ મથકે 4 શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. હડાદ પોલીસ  હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Surat : યુવતીને પરણીત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, લગ્ન માટે આપી એવી ધમકી કે પ્રેમીએ.....

સુરત : નંદુરબારમાં થયેલી 23 વર્ષીય કારપીણ હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત DCB દ્વારા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને આરોપીને જેલ હવાલે કરી દીધો છે. 23 વર્ષીય યુવતીની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. યુવતીએ પ્રેમીને લગ્ન માટે દબાણ કર્યું હતું તેમજ લગ્ન ન કરે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં પ્રેમીએ હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. 

આ અંગેની વિગતો એવી છે કે, કરંજ ગામમાં રહેતા 38 વર્ષીય વિનયકુમાર રાય પોતે પરણીત હોવાં છતાં તેણે મૂળ બિહારની 23 વર્ષીય સીતા સનદકુમાર ભગત પ્રેમસંબંધ બંધાયા હતા. બંનેને છેલ્લા 2 વર્ષથી શારીરિક સંબંધ હતા. આ પ્રેમસંબંધમાં જ દસ દિવસ પહેલા પ્રેમી તેને સુરત લઈ આવ્યો હતો. 

આ યુવતીને અગાઉ પણ એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેણે અગાઉના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરેલી હતી. ત્યારે તેણે પોતાના પ્રેમી વિનયને પણ લગ્ન નહીં કરે તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે, યુવક પરણીત હોવાથી લગ્ન કરી શકે તેમ નહોતો.

આથી તેણે પ્રેમિકાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જે પ્લાન પ્રમાણે, પ્રેમિકાને નંદરબાર લઈ ગયો હતો. અહીં અવાવરું જગ્યાએ લઈ જઈ બ્લેડ અને બીજા હથિયારથી પ્રેમિકાનું ગળું કાપી નાંખીને હત્યા કરી નાંખી હતી. આ પછી તેના હાથ પણ કાપી નાંખ્યા હતા. તેમજ ચહેરો ઓળખાઇ નહીં તે માટે ચહેરાની ચામડી પણ કાઢી નાંખી હતી. 

ગત 24મી ઓગસ્ટે યુવતીની ગળું કાપી શરીરના અંગે અલગ કરી વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તેમજ આરોપીને જેલ હવાલે કરી દીધો છે. આમ, પ્રેમસંબંધનો કરુણ અંજામ આવ્યો છે. 

Continues below advertisement
Sponsored Links by Taboola