મહેસાણા:  મહેસાણામાં પોલીસની કામગીરી સામે વધુ એકવાર સવાલ ઉઠ્યા છે. આ વખતે ખુદ ભાજપના જ  નગરસેવકે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. મહેસાણાના  વોર્ડ નંબર 9ના નગરસેવક જનકભાઈ બ્રહ્મભટ્ટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ગૃહમંત્રીને પત્ર લખીને તેમણે રજૂઆત કરી છે કે કે  ટીબી રોડ પર ખુલ્લેઆમ દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યાં છે. 


અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે. પોલીસ વડાને અનેક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સમસ્યા ઠેર-ઠેર છે. 2020માં અહીં પોલીસ સ્ટેશન બનાવવાની માંગ કરાઈ હતી. આ માટે પાલિકાએ જમીન પણ ફાળવી દિધી હતી પરંતુ હજુ સુધી  પોલીસ સ્ટેશન નથી બન્યું. 


રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, દાંતા અને અરવલ્લી પંથકમાં વરસાદ


સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. 


અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.



મહીસાગરના લુણાવાડામાં વાતાવરણ પલટલતા અહીં પણ  ગાજવીજ  હળવો  વરસાદ પડ્યો. વરસાદના કારણે  વાવેતર કરેલા ઘઉં, મકાઈ, બાજરી,ઘાસચારાના પાકને નુકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત છે. એક બાજુ ગરમીની શરૂઆત થઇ ગઇ છે તો બીજ તરફ હજું વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થાય છે. આ બધાની વચ્ચે વરસાદ પડતાં   એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતાં  રોગચાળો  વકરે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે.



હવામાન આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. . પાલનપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંબાજીના દાંતામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થયું જેના પગલે ... ઘઉં, રાયડા, મકાઈ, એરંડા, ચણા, જીરા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે  ધરતીપુત્રો  ચિંતિત બન્યાં છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને આસપાસના પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. વધુ વરસાદ પડશે તો ઘઉં ,ચણા ,કપાસ ,બટાકા ,તડબુચના પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.