બાયડઃ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને ફરી એકવાર મોટા ભાગના જિલ્લાઓ સંક્રમિત બન્યા છે, ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાની ફરી એકવાર એન્ટ્રી થઈ છે.  બાયડના પાતેંરામાં  40 વર્ષીય મહિલાનો કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી મહિલા બીમાર થઈ હતી. મહિલાને મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોનાના પુનઃ પ્રવેશથી લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. આગામી દિવસોમાં વધુ કેસ જિલ્લામાં નોંધાય તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. 


નોંધનીય છે કે, અત્યાર ગુજરાતમાં માત્ર ચાર જિલ્લા એવા રહ્યા છે, જ્યાં એક પણ એક્ટિવ કેસ નથી. આ જિલ્લાની વાત કરીએ તો પાટણ, બોટાદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    રાજ્યમાં આજે 394 કેસ નોંધાયા છે.   બીજી તરફ 59  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 2,20,086  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52,  રાજકોટ   કોર્પોરેશનમાં 35, વડોદરા  કોર્પોરેશનમાં 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર કોર્પોરેશનમાં 7,  ખેડામાં 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1,  ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, તાપી 1 અને વડોદરામાં 1 નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1420  કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 1404 નાગરિકો સ્ટેબલ છે. 8,18,422 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10115 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે ખેડામાં 1 મોત થયું છે.



 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1090 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6618 લોકોને પ્રથમ અને 52328 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23572 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,22,086 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,88,20,452 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.