આ ઉપરાંત બનાસકાંઠાની ભાભર નગરપાલિકા ફરી રિપીટ થઈ છે. ભાભર પાલિકામાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. 6 વોર્ડની બેઠકમાં 23 સિટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસને માત્ર એક જ સીટથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. ભાજપની જીત થતા લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો. બનાસ ડેરીના ચેરમેન શકરભાઈ ચૌધરીની મહેનત ફળી છે. ધારાસભ્ય ગેનીબેનનો દાવ પેચ ના ચાલ્યો.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી નગરપાલિકામાં 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી એ જોતાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે.