પાલનપુરઃ રાજ્યમાં કોરોના કેસો બાદ મ્યુકરમાઇકોસીસ કેસો સતત વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે. પાલનપુર તાલુકાના કરજોડા ગામની મહિલાનું મ્યુકરમાઇકોસિસથી મોત થયું છે. અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. પાલનપુર સિવિલમાં 1 સપ્તાહમાં 8 કેસ નોંધાયા છે. 3 દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. પાલનપુર સિવિલમાં આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ સારવાર હેઠળ છે. 


અમદાવાદ સિવિલમાં બે દિવસ પહેલા સુધી મ્યુકર માઈકોસિસના 105 દર્દીઓ દાખલ હતા. ત્યારબાદ વધુ 86 કેસ નોંધાયા છે. જેના કારણે સિવિલમાં વધુ બે વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદની સાથે વડોદરા, રાજકોટ. ગાંધનીગર સહિતના શહેરોમાં પણ મ્યૂકર માઈકોસિસના કેસો જોવા મળી રહ્યા છે.



ગાંધીનગર સિવિલમાં પણ મ્યુકર માઈકોસિસનના 8 દર્દીઓ નોંધાયા છે. તો મહેસાણામાં મ્યુકર માઈકોસિસના 22 કેસ નોંધાયા હોવાની માહિતી છે. રાજકોટમાં પણ મ્યૂકર માઈકોસિસસના કેસોમાં વધારો થતા બેડની સંખ્યા વધારમાં આવી છે. સિવિલમાં ટ્રોમા ઓપીડી બિલ્ડિંગમાં 500 બેડ કાર્યરત છે.


સુરતમાં નવી સિવિલમાં મ્યુકર માઈકોસિસસનો અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને મ્યુકરમાઈકોસિસના ત્રણ દર્દીઓની સર્જરી કરાઈ છે અને કુલ ૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. તો વડોદરામાં પણ મ્યુકર માઈકોસિસના વધુ 19 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. શહેરમાં 200થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.


મ્યુકરમાઇકોસિસિની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકરમાયકોસિસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે. જેથી તેની ઘાતક અસરથી બચી શકાય અને મ્યુકરમાયકોસિસના ગંભીર પરિણામનું ભોગ ન બનવું પડે.તો  મ્યુકરમાયકોસિસ ફંગસના ચાર સ્ટેજ ક્યાં છે અને પ્રથમ સ્ટેજના શું લક્ષણો છે. જાણીએ.


મ્યુકરમાયકોસિસના કયાં 4 સ્ટેજ છે જાણો


પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.
 બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે
ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે
ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે

મ્યુકરમાયકોસિસનાં લક્ષણો ક્યાં છે?


મોંમા રસી આવવી
મોંમાં છાલા પડી જવા
આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો
ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું
આંખના નીચેના ભાગમાં દુખાવો થવો
દાંત  હલવા લાગવા