મહેસાણાઃ લાયંસ હૉસ્પિટલમાં એક વ્યક્તિના મોતની ઘટના બાદ હોબાળો થયો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે, હૉસ્પિટલની બેદરકારીને કારણે આ મોત થયું છે. પૈસા ન ભરવાને કારણે સારવાર ન મળી હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તો લાયંસ હૉસ્પિટલમાં આ રીતે એક વર્ષમાં આ પાંચમી ઘટના બની છે. અકસ્માત થયેલા એક દર્દીને 2 કલાક સુધી હૉસ્પિટલમાં રઝળવવામાં આવ્યો હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ ઘટના બાદ મૃતકના સ્વરજનોએ હૉસ્પિટલમાં હોબાળો પણ કર્યો છે.