ખેડબ્રહ્માઃ સુરતના વેવાઈ વેવાણનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો તેવામાં વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણે પ્રેમસંબંધમાં આત્મહત્યા કરતા ફરી સમગ્ર કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના વેવાઈ અને વેવાણનો પ્રેમ સંબંધ આખા રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
વડાલી તાલુકાના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ એ પ્રેમ સંબંધમાં ખેડબ્રહ્માના દિધીયા ગામની સીમમાં ઝાડ સાથે લટકી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ખેડબ્રહ્મા પોલીસને જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં પોલીસ પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું કે, બંનેએ પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી છે. વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા. ગામની સીમમાં લીમડાના ઝાડથી લટકીને બંનેએ આત્મહત્યા કરી હતી.
પોલીસ તપાસ બાદ ઓળખ કરતા જાણ થઈ કે બંને વેવાઈ અને વેવાણ છેલ્લા કેટલાય સમયથી પ્રેમ સંબંધ ધરાવતા હતા અને વેવાઈના દીકરીની વેવાણના દીકરા સાથે ચાર વર્ષ અગાઉ સામાજિક રીતે સગપણ ગોઠવાયું હતું. સગપણ ગોઠવાયા બાદ વેવાઈ અને વેવાણ ચાર મહિના અગાઉ પણ ભાગી ગયા હતા, ત્યારે સામાજિક આગેવાનોએ બંનેને પકડી સામાજિક રીત રિવાજ અનુસાર સમાધાન સાધ્યું હતું. ત્યાર બાદ 8મી જૂને રાત્રે ઘરેથી ભાગીને ખેડબ્રહ્માના દિધીયા ગામે જંગલ વિસ્તારમાં આત્મહત્યા કરી બંનેએ જીવન ટૂંકાવ્યું હતું.આ સમગ્ર બાબતે પોલીસે બંને પરિવારો ની પૂછ ફરજ કરી તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાં પુરૂષને દીકરાની સાસુ સાથે બંધાયા સંબંધ, બંને ભાગ્યાં પણ લોકડાઉનના કારણે પાછા આવવં પડ્યું, પછી ફરી ભાગ્યાં ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2020 11:57 AM (IST)
વડાલી તાલુકાના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ એ પ્રેમ સંબંધમાં ખેડબ્રહ્માના દિધીયા ગામની સીમમાં ઝાડ સાથે લટકી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -