વડગામઃ બનાસકાંઠા તાલુકામાં યુવકે પત્નીને ત્રણ તલાક આપીને અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વડગામના ચંગવાડા ગામે ત્રણ તલાકની ઘટના સામે આવી છે. ત્રણ લાખની માંગણી કરી પત્નીને તલાક આપી દીધા હતા. તેમજ અન્ય યુવતી સાથે કર્યા નિકાહ કરી લીધા હતા.


પીડિત મહિલાને છેલ્લાં કેટલાક સમયથી દહેજને લઈ પતિ મારઝૂડ કરતો હતો. પીડિત મહિલા એક બાળકીની માતા છે. છાપી પોલીસ મથકે આરોપી મુંજાહિદ સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.