Mehsana: દિગ્ગજ રાજનેતા ગણાતા વિપુલ ચૌધરીને કોર્ટ તરફથી મોટો ફટકો લાગ્યો છે, આજે મહેસાણાના દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ મામલે આવેલા ચૂકાદામાં વિપુલ ચૌધરીને દોષી જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં કોર્ટે કુલ 15 આરોપીએને દોષિત ઠેરવ્યા છે. સાગરદાણ કૌભાંડમાં મહેસાણાની કોર્ટે આજે ચૂકાદો આપતા આ કેસના 15 જેટલા આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આમાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા અંગે જે કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ, તેમાં આ તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ખાસ વાત છે કે આ કેસમાં સામેલ 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના કોર્ટનો ચૂકાદો આવે તે પહેલા જ મૃત્યુ પામી ચૂક્યા છે, અને હવે આ કેસમાં 19 વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોર્ટમાં 23 સાક્ષીઓની આ કેસ મામલે જુબાની લેવામાં આવી હતી.
માહિતી પ્રમાણે, મહેસાણાની દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજે મહેસાણાની સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો, આ કેસમાં વિપુલ ચૌધરી અને પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી છે પણ આરોપી હતા, અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે ડેરીને નુકસાન પહોંચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂંક કરાઇ હતી. સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે. આ સિવાય 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થાય છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial