Mehsana Crime News: મહેસાણામાં વધુ એકવાર યુવતીની છેડતીની ઘટના સામે આવી છે, આ ઘટના બાદ થયેલી મારામારીમાં યુવતીના પિતા ગંભીર રીતે ઘાયલ થયાના સામાચાર છે. યુવતીને એક શખ્સે છેડતી કરી હતી ત્યારબાદ તેને યુવતીના માતા પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો, હાલમાં આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 


મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાંથી આજે વધુ એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં એક શખ્સે યુવતીની છેડતી કર્યા બાદ યુવતીના માતા પિતા પર હથિયારથી હુમલો કરી દીધો હતો. ખરેખરમાં, ઘટના એવી છે કે, મહેસાણા જિલ્લાના મહેસાણાના દેવડા ગામે એક યુવતીની તળાવ પાસે કચરો નાંખવા ગઇ હતી, આ દરમિયાન એક શખ્સે ત્યાં આ યુવતીની છેડતી કરી હતી, જોકે, યુવતીએ બૂમાબૂમ કરી જે પછી ત્યાં તેના માતાપિતા દોડી આવ્યા હતા. આ દરમિયાન યુવતીના માતાપિતા અને શખ્સ વચ્ચે બોલાચાલી અને મારીમારી થઇ જેમાં શખ્સે યુવતીના પિતા પર હથિયારથી જીવલેણ હુમલો કરી દીધો હતો, આ હુમલામાં યુવતીના પિતાના હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


ભાવનગરની આ નામાંકિત સંસ્થામાં અનાથ સગીરા પર આચરવામાં આવ્યું દુષ્કર્મ


ભાવનગર પાલીતાણા તાલુકાની નામાંકિત સંસ્થામાં સગીરા સાથે રેપની ઘટના બની છે. પાલીતાણા રૂલર પોલીસે સંસ્થામાં કામ કરવા માટે આવતા વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ કરી છે. અનાથ દિકરી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ વ્યક્તિ તળાજા તાલુકાનો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી છે. સગીરાને ગર્ભ પણ રહી ગયો હોવાની વાત સામે આવી છે. પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેપની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહી છે. અમદાવાદના વટવામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાની જાણ તાત્કાલીક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની અટકાયત કરી લીધી હતી. 7 વર્ષની બાળકી પર પાડોશી યુવકે જ દુષ્કર્મ આચરતા લોકો આરોપી પર ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકી પાડોશમાં રમવા ગઈ ત્યારે નરાધમે હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ ગળું દબાવી બાળકની હત્યા કરી નાખી હતી. 


આગરાના તાજનગરી ફેઝ-2 સ્થિત હોમ સ્ટેમાં (home stay) એક યુવતિ પર સામૂહિક બળાત્કારના (gang rape) કેસમાં પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતાએ પોલીસમાં (police complaint) ફરિયાદ કરી હતી કે તેને પહેલા દારૂ (liquor) પીવડાવવામાં આવ્યો હતો. આ પછી તેને માર મારવામાં આવ્યો અને પછી તેની ઈજ્જત લૂંટવામાં આવી. તેણે અવાજ શોરબકોર કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ (agra police) ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને યુવતિ રડતી મળી આવી હતી.


શું છે મામલો