Mehsana: મહેસાણામાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. ઉંઝાના ઉનાવા પાસે અજાણ્યાં વાહનની ટક્કરે બાઈક ચાલકનુ મોત થયું. ઉનાવા ગામના પાટિયા પાસે કોઈ વાહન ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. 19 વર્ષના યુવાનનું મોત થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ઓઢવામાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત
ઓઢવમાં ગઇકાલે રાત્રે યુવક પરિવાર માટે આઇસ્ક્રીમ લેવા માટે ગયો હતો જ્યાં પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટકકર મારતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું, આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે ફરાર કાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઓઢવ વિસ્તારમાં આંજણા ચોક ચામુંડાનગર પાસે ન્યું રામરાજ્ય નગરમાં રહેતા અનિલભાઇ મહારાજસિંહ કુશવાહ (ઉ.વ.૨૫) ગઇકાલે રાતે ૧૦ વાગે પરિવાર માટે આઇસ્ક્રીમ લેવા માટે જતા હતા આ સમયે ઓઢવ વિરાટનગર પામ હોટલ પાસે બાપા સીતારામ મઢુલી નજીક પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે યુવકના મોપેડને ટક્કર મારી હતી. જેથી યુવક રોડ ઉપર પટકાયો હતો અને રોડ ઉપર ઢસડાયો હતો જો કે અકસ્માત સર્જીને કાર લઇને આરોપી નાસી ગયો હતો. યુવકને ગંભીર હાલતમાં પ્રથમ શારદીબહેન હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.ે આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં બાળકીનું મોત
બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા હિટ એન્ડની ઘટના સામે આવી હતી. કાંકરેજના થરામા હિટ એન્ડ રનની ઘટનામાં બાળકીનું મોત નિપજ્યું હતું. થરા નજીક ચાલતી જઈ રહેલી બાળકીને કાર ચાલકે અડફેટે લીધી હતી. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. અંદાજીત 10 વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલકને રોકવાની કોશિશ કરવા છતા કાર ચાલક ફરાર થઈ ગયો હતો. થરા પોલીસે હિટ એન્ડ રનની ઘટના મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ