મહેસાણા: મહેસાણાના વિસનગરના વાલમ ગામની યુવતીની ચકચારી હત્યાના મામલાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મૃતક યુવતીને રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષા ચાલકે એરંડાના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી ગળેટૂંપો આપી હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. પોલીસે રિક્ષા ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તરફથી 24 કિલોમીટરના વિસ્તારના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
100થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આ હત્યા કેસ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. CCTVનું વિશ્લેષણ અને 100થી વધુ લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે 25 એપ્રિલના રીક્ષા ચાલક યુવતીને રીક્ષા ચાલકે મહેસાણા સિવિલથી રીક્ષામાં બેસાડી હતી. ત્યારબાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચરી હત્યા કર્યા બાદ યુવતીનો મોબાઈલ રસ્તામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ મોબાઈલ ફોન રાત્રીના એક વાગ્યા સુધી ચાલું રહ્યો હતો. ત્યારબાદ ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપીએ પોતાની ઓળખ ન થાય તે માટે રીક્ષા પર લગાવેલું સ્ટીકર દૂર કરી દીધું હતું.
આ બનાવને અંજામ આપ્યા બાદ બે દિવસ રીક્ષા ચાલક ઘરમાં જ રહ્યો હતો અને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો પોલીસને ગુમરાહ કરવા એવી વાર્તા ઘડી કાઢી હતી કે રીક્ષામાં એક યુવાન પણ સવાર હતો. યુવતી જ્યાંથી રીક્ષા પકડે છે તે તમામ ડેટા પણ પોલીસને હાથ લાગ્યો છે.
યુવતીના ગુમ થયાના બે દિવસ બાદ વહેલી સવારે બાસણા ગામ પાસેના ખેતરમાંથી નગ્ન હાલતમાં લાશ મળી હતી.જે બાદ પોલીસે લાશનું પેનલ પીએમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટ બાદ પોલીસે અજાણ્યા શખ્શો વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જેમા હત્યાકેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. યુવતી જે રિક્ષામાં બેસીને જતી હતી હતી તે રિક્ષા ચાલકે જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
આ યુવતી વિસનગરના વાલમ ગામે રહેતી હતી. મહેસાણાના એક ખાનગી મોલમાં નોકરી કરતી હતી. જેમાં હત્યાના બે દિવસ અગાઉ 25 એપ્રિલના રોજ સાંજે નોકરીમાંથી છુટી મહેસાણાથી વાલમ આવી રહી હતી. આ દરમિયાન તે તેની મમ્મી તથા બહેન સાથે વાત કરી હતી ત્યા અચાનક તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. તેથી તેની માતાએ ઘણીવાર ફોન કરવાં છતા ફોન લાગતો નહોતો. તેથી પરિવારે તેણીની ગુમ થયાની ફરિયાદ નોધવી હતી.