મહેસાણાઃ મહેસાણાના એક વેપારી ખેતરમાં યુવતી સાથે મજા કરવા પહોંચ્યા હતા અને બંને પ્રેમાલાપમાં વ્યસ્ત હતા. આ જ સમયે કેટલાક લોકો આવી પહોંચ્યા હતા અને વેપારીને ધમકાવી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમ તેમ કરીને આ લોકોની ચૂંગાલમાંથી છૂટેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટર હની ટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે.
ખેતરમાં યુવતી સાથે મજા કરવા જવું ટ્રાન્સપોર્ટરને ભારે પડી ગયું છે. કોમલ પ્રજાપતિ નામની યુવતીએ ફોન કરીને ટ્રાન્સપોર્ટરને હની ટ્રેપમાં ફસાવ્યા હતા. ટ્રાન્સપોર્ટરે યુવતી અને તેના સાગરીતો સામે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ટ્રાન્સપોર્ટરને કોમલ પ્રજાપતિ નામની યુવતીનો ફોન આવ્યો હતો. યુવતીએ પહેલા તો વેપારી સાથે મીઠી મીઠી વાતો કરી હતી. તેમજ આ પછી વેપારી વાતોમાં ફસાયા હોવાનું લાગતાં યુવતીએ તેમને મજા કરવાની ઓફર કરી હતી અને મજા કરવા માટે ખેતરમાં બોલાવ્યા હતા.
યુવતીની વાતમાં આવી ગયેલા ટ્રાન્સપોર્ટર ખેતરમાં યુવતી સાથે મજા કરવા પહોંચી ગયા હતા. તેઓ યુવતી સાથે હતા તે જ સમયે તેના મળતિયાઓ આવી ગયા હતા અને વેપારીને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની અને બદનામ કરવાની ધમકી આપી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ જયસિંહ ઉર્ફે ભોલું પ્રહલાદજી ઠાકોર, કોમલ પ્રજાપતિ નામની યુવતી અને તેના અન્ય સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
Mehsana: બિઝનેસમેનને યુવતીએ ફોન કરીને ખેતરમાં શરીર સુખ માણવા બોલાવ્યો, બંને પ્રેમાલાપમાં હતાં વ્યસ્ત ને......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2021 09:48 AM (IST)
ખેતરમાં યુવતી સાથે મજા કરવા જવું ટ્રાન્સપોર્ટરને ભારે પડી ગયું છે. ખેતરમાં યુવતી સાથે મજા કરવા પહોંચ્યા હતા અને બંને પ્રેમાલાપમાં વ્યસ્ત હતા. આ જ સમયે કેટલાક લોકો આવી પહોંચ્યા હતા
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -