Mehsana News: મહેસાણાના વિસનગરમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે. કાસા રોડ પર રહેતા 52 વર્ષીય આધેડનું મોત થયું છે. દર્દીનો રિપોર્ટ સ્વાઇન ફૂલુ પોઝિટિવ આવ્યો હોવા છતા જીલ્લા આરોગ્ય વિભાગને જાણ ન કરતા લેબ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી. મહેસાણા જીલ્લામાં સ્વાઇન ફ્લુ ના 24 કેસ શંકાસ્પદ નોંધાયા છે, જેમાંથી ચાર કેસ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.


આ લોકોને સૌથી વધુ જોખમ


બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો વધુ જોખમ છે. આ સિવાય હૃદય અથવા ફેફસાના રોગ (અસ્થમા, COPD, એમ્ફિસીમા), ડાયાબિટીસ, સ્થૂળતા સહિત અન્ય રોગોથી પીડિત લોકોમાં ચેપનું જોખમ વધારે છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂના 'H1N1' પ્રકારે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે તેને 'રોગચાળો' જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, 2009 પહેલા, ઈન્ફલ્યુએન્ઝા A(H1N1) વાયરસ ક્યારેય લોકોમાં ચેપના કારણ તરીકે ઓળખાયા ન હતા. આ વાઇરસના આનુવંશિક પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે તે પ્રાણીના ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી ઉદ્દભવ્યું છે, જે મૂળ ડુક્કરમાં જોવા મળે છે.


આ સાથે WHO એ પણ માહિતી આપી હતી કે સ્વાઈન ફ્લૂનો મોસમી વાયરસ સાથે કોઈ સંબંધ નથી. જૂન 2009માં WHOએ તેને મહામારી જાહેર કરી ત્યાં સુધીમાં તે કુલ 74 દેશોમાં ફેલાઈ ચૂકી હતી.


તેના ફેલાવા પછી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુએસ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (USCDC) અને નેધરલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સર્વિસ રિસર્ચ (NIVEL) સાથે મળીને એક ડેટા તૈયાર કર્યો, જેમાં આ વાયરસથી પીડિત લોકો વિશે માહિતી આપવામાં આવી હતી.


નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, સ્વાઈન ફ્લૂ એ ઈન્ફલ્યુએન્ઝાથી થતો રોગ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. ઉપરાંત, તેના લક્ષણો કોઈપણ સામાન્ય મોસમી રોગ જેવા છે, જેમાં તાવ, ઉધરસ, છીંક આવવી, શરીરના તાપમાનમાં વધારો અથવા ઘટાડો, માથાનો દુખાવો, થાક અને નબળાઈનો સમાવેશ થાય છે.


સ્વાઈન ફ્લૂના લક્ષણો



  • ઉચ્ચ તાવ

  • સ્નાયુમાં દુખાવો

  • ગળામાં દુખાવો

  • ઉધરસ

  • છીંક

  • થાક

  • વહેતુ નાક

  • ઉલટીની લાગણી

  • શ્વાસની સમસ્યા      


આ પણ વાંચોઃ


ISROનું આજે નવું લોન્ચિંગઃ ‘નૉટી બોય’ રોકેટ શું કરશે કામ, જાણો ક્યાં અને કેવી રીતે જોશો ટેલિકાસ્ટ, 10 પોઈન્ટ્સમાં જાણો દરેક સવાલના જવાબ


માર્કશીટમાં ખોટું છે તમારું નામ તો આ રીતે કરી શકો છો ચેન્જ, જાણો પ્રોસેસ