મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના બની હતી. મહેસાણા જિલ્લામાં બનેલી બે અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મહેસાણા અમદાવાદ હાઈવે પર સંકુઝ વોટર પાર્ક નજીક બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયુ હતું. જ્યારે કાર ચાલક બાઇકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનમાં મોતને ભેટેલો યુવક પાટણના કમળીવાળાનો હતો. લાંઘણજ પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.


મહેસાણા જિલ્લામાં બનેલી અન્ય હિટ એન્ડ રન ઘટનામાં પણ બાઇક સવારનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ઉનાવા પાસે ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું.


એક જ દિવસમાં હીટ એન્ડ રનની બે ઘટના


ગુજરાતમાં થોડા દિવસ અગાઉ બે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બન્ને ઘટનામાં લોકોના મોત થયા છે. પ્રથમ ઘટના વિરમગામ બહુચરાજી હાઈવેની છે જ્યાં સીતાપુર ગામ પાસે બની હીટ એન્ડ રનની ઘટના નસામાં ધુત કાર ચાલકે ચાર એક બાઈક ચાલક અને ત્રણ રહાદારીને ટક્કર મારતા એક મહિલાનું મોત અને ચાર લોકો થયા ઘાયલ થયા હતા. કાર લઇ ભાગવા જતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો.


મળતી માહિતી મુજબ વિરમગામ બહુચરાજી હાઇવે પર ફરી હીટ એન્ડ રનની ઘટના બની હતી. નશામાં ધુત કાર ચાલકે અમદાવાદ જીલ્લાના સીતાપુર ગામ પાસે એક કાર ચાલક અને ચાર જેટલા રાહદારીને ટક્કર મારી ભાગ્યો હતો જોકે આ કાર ચાલક બહુચરાજી આવતા બહુચરાજી પોલીસે તેને કોર્ડન કરી રોકી લીધો હતો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું જો કે આ કાર ચાલક એટલો નસાની હાલતમાં હતો કે તેનું ખુદનુ ભાન પણ હતું નહીં.


GJ13AR8276 ના આ કાર ચાલકે વિરમગામ નશો કરી કાર લઇ બહુચરાજી તરફ આવ્યો હતો ત્યારે બહુચરાજી ૧૫ કિમી આગળ હાસલપુર ગામ પાસે તેને સ્કૂટર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી જેમાં મહિલાનું મોત થયું હતું તો પતિ ગંભીર રોતે ઘાયલ થયો છે. જો કે અહી અકસ્માત સર્જી આ કાર ચાલક ભાગ્યો અને બહુચરાજી પાસે આવતા આવતા વધુ ત્રણ રાહદારને ટક્કર મારી હતી.


જો કે હીટ એન્ડ રણ કરનાર કાર ચાલક નશાની હાલતમાં હતો તેની ગાડી પર ભાજપનો ખેસ પણ બધેલ હતો જો કે દારૂના નશામાં કાર ચલાવી હીટ એન્ડ રની ઘટનાને અંજામ આપનારને બહુચરાજી પોલીસની મદદ થી પકડાઈ ગયો છે.