મહેસાણાઃ વિસનગરના એક ગામમાં યુવકે સગીરાનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કરી દેતાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયો માતા પાસે પહોંચતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે યુવકને ઠપકો આપવા જતાં માતા સાથે યુવકે ઝપાઝપી કરી હતી. તેમજ અપશબ્દો બોલીને ધમકી આપી હતી. આ અંગે મહિલાએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વિસનગર તાલુકાના એક ગામમાં યુવકે સગીરા ન્હાતી હતી, ત્યારે તેનો અશ્લીલ વિડીયો ઉતારી લીધો હતો. તેમજ આ અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી દીધો હતો. વીડિયો ફરતો ફરતો તેની માતા પાસે પહોંચતા માતા હચમચી ગઈ હતી.
તેમજ વીડિયો વાયરલ કરનાર યુવકને ઠપકો આપવા માટે ગઈ હતી. જોકે, ઠપકો આપવા ગયેલી માતા સાથે અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. વિડીયો ઉતારનાર ઈસમના પિતા, ભાઈ અને મામાએ ધમકી આપી હતી. 4 ઈસમો સામે માતાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. વિસનગર તાલુકા પો.સ્ટે.માં ફરીયાદ નોંધાઈ.