મહેસાણાઃ ભાંડું નજીક ગઈ કાલે સાંજે માર્ગ અકસ્માતની ઘટના બની હતી. યુવક પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો દરમિયાન ભાંડું મોરપીંછ હોટેલની પાસે કોઈ અજાણ્યા વાહને યુવાનના એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારતા યુવાન રોડ પર ફગોળાયો હતો. તેમજ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પત્ની પોતાના નાના બાળક સાથે દોડી આવી હતી. પતિના મોત પર કરી રહેલી પત્નીના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Continues below advertisement


મળતી માહિતી પ્રમાણે, યુવકના એક્ટિવાને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, તેનું એક્ટિવા દૂર સુધી ફંગોળાયું હતું. સ્થાનિકોએ તત્કાલિક 108ને કોલ કરી ઘટના સ્થળે આવા જણાવ્યું હતું. તેમજ યુવકના પરિવારને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 


ઘટનાની જાણ થતાં યુવકની પત્ની પોતાની સાથે નાના બાળક ને સાથે લઈને દોડી આવી હતી અને પતિને મૃત હાલતમાં જોઈ મહિલા ઉઠો...ઉઠો... કહીને આંક્રદ કરવા લાગી હતી. પોતાના પતિને આંખો ખોલવા ભારે આક્રંદ કરતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈ આસપાસ ઉભેલા લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા.