મહેસાણાઃ ગુજરાતમાં હાલ કોરોના કાબુમાં આવ્યો છે. આ દરમિયાન મહેસાણાના મોઢેરામાં આવેલું જગ વિખ્યાત સૂર્ય મંદિર 31 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા પુરાતત્વ વિભાગ દ્વારા પર્યટક સ્થળ બંધ રાખવાના નિર્ણયને લંબાવાયો છે. આ સ્થળે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પર્યટકો આવતાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


મોઢેરાનું સૂર્યમંદિર તેના શિલ્પ સ્થાપત્ય તથા કોતરણીના કારણે વિશ્વ વિખ્યાત છે. દૂરદૂરથી લોકો દર્શનની સાથે તેના સ્થાપત્યના પણ દર્શન કરે છે. વિદેશીઓ ખાસ આ મંદિરમાં તેના સ્થાપત્યને જોવા આવે છે. મંદિરનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. આ મંદિરને પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં કોરોનાના વળતા પાણીની શરૂઆત થઈ હોય તેમ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં. સતત ત્રીજા દિવસે 4,500થી ઓછા કેસ નોંધાયા હતા. શનિવારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૨૦૫ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૪૧ દિવસ બાદ સૌથી ઓછા ૫૪ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૭,૮૪,૬૭૬ જ્યારે કુલ મરણાંક ૯,૫૨૩ છે. આ પૈકી એક્ટિવ કેસ ૮૦,૧૨૭ છે જ્યારે ૬૭૯ દર્દી વેન્ટિલેટર પર છે. શનિવારે વધુ ૮,૪૪૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે વધીને ૮૮.૫૭% છે. મે મહિનાના ૨૨ દિવસમાં રાજ્યમાં ૨,૧૬,૮૯૯ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે જ્યારે ૨,૩૪૦ના મૃત્યુ થયા છે.


અત્યાર સુધી કુલ ૬,૯૫,૦૨૬ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. આમ, કોરોનાથી સાજા થનારા દર્દીનો આંક ૭ લાખની નજીક છે. ગુજરાતમાં વધુ ૧,૦૯,૭૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટ હવે ૨.૦૭ કરોડ છે. રાજ્યમાં હાલ ૩,૩૬,૮૯૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.


કોરોનાથી સાજા થયેલા દર્દીઓ કેમ બને છે હાર્ટ એટેકનો ભોગ  ? હાર્ટ એટેકેથી બચવા માટે શું કરવું જોઈએ ?


કોરોનાના કારણે દેશનાં 19 રાજ્યોમાં ‘લોકડાઉન’, 13 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન, જાણો દરેક રાજ્યની સ્થિતી