પાટણઃ સિદ્ધપુરમાં 18 વર્ષીય યુવકની ખેતરની ઓરડીમાંથી રહસ્યમય હાલતમાં ફાંસો ખાધેલી લાશ મળી આવતા ખળભળાટ મચી ગઈ છે. સવારે ઘરેથી નીકળેલો યુવક પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતાં ખેતરની ઓરડીમાંથી રહસ્યમય હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં પરિવાર ભાંગી પડ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.


આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, સિદ્ધપુરના ખીલતાર વાડા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય શિવમ ઠાકરની વહેલી સવારે ખેતરની ઓરડીમાં લોખંડની એગલ પર પેન્ટ અને સાલ વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક યુવકના ગળાના ફાસાના ચાર-ચાર નિશાન મળતાં પોલીસને મોત અંગે શંકા છે.

બીજી તરફ યુવકના પરિવાજનોએ પણ પોતાના પુત્રની હત્યા કરાઇ હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે, તે પીએમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે.