મહેસાણાઃ ઉત્તર ગુજરાતના ભાજપના (North Gujarat BJP leader) એક નેતાને શૌચાલય કૌભાંડમાં બે વર્ષની સજા થતાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મદનસિહ રાઠોડને (Magansinh Rathod) કોર્ટ બે વર્ષની સજા ફટકારી છે. મદનસિંહ રાઠોડ સામે દસ વર્ષ પહેલાં શૌચાલય કોભાંડ મુદ્દે ફરીયાદ થઈ હતી. મદનસિંહ રાઠોડે (BJP leader) ખોટા બિલો રજૂ કરી નાણાંની ઉચાપત કરી હોવાના કેસમાં કોર્ટે સજા ફટકારી છે. વિજાપુર તાલુકા પંચાયતના હાલના ઉપપ્રમુખ મદનસિંહ રાઠોડ (Magansinh Rathod) પહેલાં વિજાપુર તાલુકા પંચાયતમાં વિસ્તરણ અઘિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે નાણાંની ઉચાપત કરી હતી.


વિજાપુર તાલુકા પંચાયતના (Vijapur Taluka Panchayat) ઉપપ્રમુખ મદનસિહં અદેસિંહ રાઠોડ ઉચાપત કેસમાં દોષિત ઠરતાં એડીશનલ ચીફ જ્ડીશીયલ મેજીસ્ટ્રેટેટે તેમને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાતં મદનસિંહને રૂપિયા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસના અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે.


આ કેસની ટૂંકી વિગત પ્રમાણે બાર વર્ષ અગાઉ સામૂહિક શૌચાલય (toilet scandal) બનાવવાની સરકારી યોજના અંતર્ગત ધનપુરા ગામમાં સરકારી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હતી. આ કેસમાં વિજાપુર તાલુકા પંચાયતની આઈઆઈડી શાખાના તત્કાલીન વિસ્તરણ અધિકારી એચ.એ.પટેલે ધર્મિષ્ઠા મણીભાઈ પટેલ, જગદીશ મંગળદાસ પટેલ અને મદનસિંહ અદેસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.


આ કેસ વિજાપુરના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ જે. જે. ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે ધર્મિષ્ઠા પટેલ અને જગદીશ પટેલને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા જ્યારે હાલમાં ભાજપ શાસિત વિજાપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખના હોદ્દો ભોગવી રહેલા મદનસિંહ અદેસિંહ રાઠોડ (રહેવાસી ધનપુરા-ઘાંટુ)ને કસૂરવાર ઠેરવીને બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 25 હજારના દંડનો હુકમ કર્યો હતો.