પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે, ત્યારે હવે સમી તાલુકાના વરાણામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. વરાણા ગામે આજે એક સાથે 8 કેસ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસો વધતાં આઈશ્રી ખોડિયાર ધામ વરાણા મંદિર આજથી બંધ રાખવા નિર્ણય કરાયો છે.
આજે 24 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી મંદિર બંધ રાખવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સમી પ્રાંત અને ટીડીઓની સૂચના મળતાં ગ્રામપંચાયત વરાણાએ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવા સૂચના આપી છે. ખોડિયાર માતાજી ટ્રસ્ટીને દર્શનાર્થીઓ માટે બંધ રાખવા લેખિતમાં સૂચના આપવામાં આવી છે.
એક સાથે કોરોનાના 8 કેસ આવતાં ઉત્તર ગુજરાતનું કયું પ્રસિદ્ધ મંદિર 9 ઓક્ટોબર સુધી કરી દેવાયું બંધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 08:25 PM (IST)
વરાણા ગામે આજે એક સાથે 8 કેસ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસો વધતાં આઈશ્રી ખોડિયાર ધામ વરાણા મંદિર આજથી બંધ રાખવા નિર્ણય કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -