મહેસાણા: બહુચરાજી તાલુકાના સુરપુરા ગામે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કર્મચારીઓએ બે જીવિત મહિલાના મરણ દાખલા કાઢી નાખતા અનેક સવાલો ઉઠ્યા છે. સુરપુરા ગ્રામ પંચાયતની આ કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ રહેતી સુરપુરા ગામની જીવિત મહિલાના મરણ દાખલા નિકળી ગયા એટલું જ નહીં મરણ દાખલા કાઢવાની સાથે સાથે તેમના મતદાર યાદીમાંથી નામ કમી કરી નાખવામાં આવ્યા છે. જીવિત મહિલાના મતદાનનો અધિકાર પણ આ કર્મચારીઓએ છીનવી લીધો છે. સરકારી તંત્રમાં ચાલતી લોલમલોલનો આ કિસ્સો હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.


તિસ્તા સેતલવાડે કોંગ્રેસ નેતા પાસેથી લાખો રૂપિયા લીધા હોવાનો આરોપ
Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ કેસમાં નવો વળાંક આવ્યો છે. ખોટા સોગંદનામાના કેસમાં તીસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. તિસ્તાની આ જામીન અરજીના વિરોધમાં SITએ સોગંધનામું રજૂ કરેલું છે. SITના આ સોગંદનામમાં મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડની જમીન અરજી સામે આ કેસની તાપસ કરી રહેલી SITએ રજૂ કરેલા સોગંદનામામાં SITએ દાવો કર્યો છે કે તિસ્તાએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તે સમયના પ્રમુખના રાજકીય સલાહકાર પાસેથી પૈસા સ્વીકાર્યા છે, જેનો ઉલ્લેખ સોગંદનામામાં પણ કરવામાં આવ્યો છે. એટલે કે આરોપ સીધો સોનિયા ગાંધીના સલાહકાર રહેલા અહમત પટેલ સામે છે. સોનિયા ગાંધી તે સમયે કોંગ્રેસના પ્રમુખ હતા અને તત્કાલીન રાજકીય સલાહકાર અહમદ પટેલ હતા. 


એસઆઈટીના જણાવ્યા પ્રમાણે અહમદ પટેલે તિસ્તાને બે વખત પૈસા આપ્યા હતા. તત્કાલીન રાજકીય સલાહકાર અહમદ પટેલ પાસેથી તીસ્તા સેતલવાડે સર્કિટ હાઉસમાં પૈસા સ્વીકાર્યા હોવાની સાબિતી અને સાક્ષી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આરોપ લગાવ્યો છે કે, તિસ્તાએ અહમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા. તિસ્તા સેતલવાડની આ બાબતે ભૂમિકા અંગેની તપાસ નાજુક તબક્કામાં હોવાની એસઆઇટીએ રજૂઆત કરી છે. આરોપી સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે તેવા અને પુરાવાનો નાશ કરી શકે તેવા હોવાથી જામીન નહીં આપવા સોગંદનામામાં રજૂઆત કરાઈ છે.


આ પણ વાંચો...


Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે


CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ


CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા


તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો, તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધાનો SITનો દાવો