મહેસાણા:  ભાકરીયા ગેતપુર રોડ પર બેફામ એસટી બસ ચલાકે બે યુવાનોને કચડતા ચકચાર મચી છે. આ અકસ્માતમાં બન્ને યુવાનોના સારવાર દરમિયાન મોત  નિપજ્યા છે. મહેસાણા એસટી નિગમના બેલગામ બસ ચાલકે બે યુવાનનો ભોગ લીધો  મહેસાણા ડેપોની GJ 18Z2131 નંબરની બસ રોડ પર પસાર થતી હતી ત્યારે આ બસ ચાલકે બેફામ બસ ચલાવતા સામેથી બાઈક પર આવી રહેલા લીચ ગામના બે યુવાનોને ટક્કર મારી જેના કારણે બાઈક પર જઈ રહેલા બન્ને યુવાન ગંભીર રીતે ઘાયલ થયા. જે બાદ  સારવાર દરમિયાન બન્નેના મોત થયા.
 
લીચ ગામના મેહુલ ઠાકોર અને તેનો મિત્ર વિજય ઠાકોર બાઈક લઇ પોતાના ગામ તરફ જતા હતા ત્યારે અચાનક પુર ઝડપે આવેલ એસટી બસ ચાલકે આ યુવાનના બાઈકને ટક્કર મારી જોકે ટક્કર એટલી ભયાનક હતી કે આ યુવાનના બાઈકને 7 ફૂટ જેટલું ઘસેડ્યું હતું  જો કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ બન્ને યુવાનને સારવાર માટે લઇ જવાયા હતા જ્યાં બન્ને યુવાનના મોત થયા. આ મામલે મહેસાણા પોલીસે બસ ચાલક સામે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.  તો બીજી તરફ મહેસાણા એસટી વિભાગના બેલગામ એસટી બસ ચાલકો બેફામ બસ હંકારી લોકોની જિંદગી લઇ રહ્યા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


હારીજની મોડેલ સ્કૂલમાં ચાલુ શાળાએ શિક્ષકને આવ્યો હાર્ટએટેક


રાજ્યમાં છેલ્લા થોડાદિવસોથી હાર્ટએટેકના કારણે મોતની સંખ્યામાં વધારો થયો છે. આ દરમિયાન આજે પાટણના હારીજની મોડેલ સ્કૂલનાં શિક્ષકનું ચાલું શાળા દરમિયાન મોત નિપજ્યું છે. ભરતભાઈ સબુરભાઈ પરમાર નામનાં શિક્ષકનું ચાલુ શાળા દરમિયાન હાર્ટ એટેકથી મોત થતાં સ્કૂલ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. હાલ શિક્ષકની લાશને હારીજ સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


હારીજના ખાખડી ગામ પાસે કાર ચાલકે રીક્ષાને મારી ટક્કર


હારીજ તાલુકાના ખાખડી ગામ નજીક પસાર થતી નર્મદાની કૈનાલ પાસે કારચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષામાં સવાર 4 ઈસમોને ઈજાઓ થવા પામી હતી. જેમાં આધેડનું સારવાર દરમ્યાન મોત થયું હતું. હારીજથી પેસેન્જર ભરીને રીક્ષા થરોડ મુકામે જઈ રહી હતી. તે સમયે ખાખડી નજીક પસાર થતી નર્મદાની કેનાલ પાસે કારના ચાલકે પોતાની રીક્ષાને ટક્કર મારતાં ચાર ઈસમોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.અકસ્માત કરી ચાલક કાર લઈ રફૂચક્કર થઈ ગયો હતો. જેમાં સ્થાનીક લોકો અકસ્માત થયાના સમાચાર મળતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં હારીજ નર્સરીમાં નોકરી કરતાં અને થરોડ ગામના સેધાજી ખોડાજી ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં પાટણ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી તેમના પુત્રએ મથકે કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.