ઉંઝાઃ અમદાવાદ દસક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ ઉંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બન્યા હતા. ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉંઝા ઉમિયા ધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે.  ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાનાં અગાઉ મણીભાઈ પટેલ પ્રમુખ હતા. 


મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ઉંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બાબૂ જમનાદાસ પટેલ બન્યા હતા. આજે ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં નવા પ્રમુખ અને મંત્રીઓની વરણી કરવામાં આવી હતી. કડવા પાટીદારોની માતૃ સંસ્થા ઉમિયાધામના નવા પ્રમુખ બાબૂ જમનાદાસ પટેલ બન્યા હતા. તેઓ અમદાવાદ દસક્રોઈના ધારાસભ્ય છે. 


તો આ તરફ કાગવડના ખોડલધામની મુલાકાતે અચાનક ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પહોંચ્તા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા. સીઆર પાટીલે ભરતભાઈ બોઘરા તેમજ મનસુખ ખાચરીયા સાથે મા ખોડલના દર્શન કર્યા હતા અને નરેશભાઈ પટેલે પાટીલને ખોડલધામનો ખેસ પ્રસાદીનો પહેરાવી સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્રમાં ભાજપનો પાયો મજબૂત કરવા માટે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ મેદાને ઉતર્યા હોય તેવી રાજકીય ચર્ચા થઈ રહી છે. કારણ કે છેલ્લા ત્રણ દિવસથી પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાત લઇ રહ્યા છે. ગયા શુક્રવારે જ રાજકોટ રોડ શોમાં, ખંભાળિયામાં ભૂચોરમોરીની શૌર્યકથામાં હાજરી આપી હતી.આજે સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેમાં સ્વાગત કરવા માટે લીલાખા પહોંચ્યા હતા.


 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા