Budget Session Live: આજથી બજેટ સત્ર શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આર્થિક સર્વે, વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં

Budget Session 2022 Updates: સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે વર્ષનું પ્રથમ બજેટ સત્ર શરૂ થશે. પ્રથમ તબક્કામાં ગૃહનું સત્ર 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.

gujarati.abplive.com Last Updated: 31 Jan 2022 09:32 AM
Budget session Live: બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ શું આપ્યું નિવેદન

આજથી બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. વડાપ્રધાન મોદી બજેટ સત્ર પહેલા મીડિયા સમક્ષ રૂબરૂ થતાં કેટલાક મહત્વના અનરોધ કર્યાં હતા. તેમણે કહ્યું કે, સંવેદના સાથે મુક્તમને ચર્ચા થવી જોઇએ.પીએમ મોદી સંસંદ ભવન પહોંચી ગયા છે. અહીં બજેટ સત્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાજનૈતિક દરેક પક્ષ ખુલ્લા મનથી ચર્ચા કરે ઉત્તમ ચર્ચા દેશને પ્રગતિ અને વિકાસના માર્ગે લઇ જવામાં મદદ કરશે. ચૂંટણી તેના સ્થાને છે. ચૂંટણીઓ ચાલતી રહશે. પરંતુ બજેટ સત્રનું એક અલગ મહત્વ છે. તેના પર ચર્ચાં જરૂરી છે.



 

Budget Session Live: કોવિડ પ્રોટોકોલ હેઠળ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે પાળીમાં ચાલશે.

2 ફેબ્રુઆરીથી કોવિડ પ્રોટોકોલ હેઠળ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે પાળીમાં ચાલશે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની કાર્યવાહી સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી, લોકસભાની કાર્યવાહી 4 વાગ્યે શરૂ થશે, જે રાત્રે 9 વાગ્યા સુધી ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં આ વ્યવસ્થા બજેટ સત્રના પ્રથમ તબક્કા માટે એટલે કે 11 ફેબ્રુઆરી સુધી જ કરવામાં આવી છે.


બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના સંબોધનથી થશે. તેમના ભાષણના અંત પછી ટૂંક સમયમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2021-22 માટેનો આર્થિક સર્વે અહેવાલ લોકસભામાં રજૂ કરશે. બજેટના એક દિવસ પહેલા રજુ થનાર આર્થિક સર્વેમાં જણાવવામાં આવશે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાએ કેવું પ્રદર્શન કર્યું છે અને આવનારા સમયમાં તેની દિશા શું છે.

Budget Session Live: બજેટ સત્રની શરૂઆત સાથે જ સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે

કેન્દ્રીય બજેટ સત્ર 2022 લાઇવ અપડેટ્સ: સંસદનું બજેટ સત્ર આજથી (31 જાન્યુઆરી) શરૂ થવા જઈ રહ્યું છે. વર્ષનું પ્રથમ સત્ર હોવાને કારણે પરંપરા મુજબ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થશે. કોરોનાના સતત વધી રહેલા ખતરા વચ્ચે સંસદનું આ બજેટ સત્ર અનેક પ્રતિબંધો સાથે શરૂ થવા જઈ રહ્યું છે. પહેલા બે દિવસ સિવાય સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહો બે પાળીમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સમયગાળાની સાથે આ સત્ર પણ ચૂંટણીના માહોલમાં શરૂ થવા જઈ રહ્યું છે.

Budget Session Live: આજથી બજેટ સત્ર શરૂ, આજે સંસદમાં શું -શું થશે?

આજે સંસદમાં શું થશે



  • PM મોદી સવારે 10 વાગ્યે મીડિયાને સંબોધિત કરશે

  • રાષ્ટ્રપતિ સવારે 10.55 કલાકે સંસદ પહોંચશે

  • સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિનું સંબોધન થશે

  • રાષ્ટ્રપતિના ભાષણના અડધા કલાક બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થશે.

  • આર્થિક સર્વે પહેલા લોકસભામાં રજૂ કરવામાં આવશે

  • આર્થિક સર્વેની રજૂઆત બાદ આજે લોકસભા સ્થગિત કરવામાં આવશે

  • રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.30 કલાકે શરૂ થશે

  • રાજ્યસભામાં પણ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે

  • ત્યારબાદ રાજ્યસભા પણ સ્થગિત કરવામાં આવશે

  • મુખ્ય આર્થિક સલાહકાર બપોરે 3.45 વાગ્યે મીડિયા સમક્ષ હાજર થશે

બ્રેકગ્રાઉન્ડ

Budget Session 2022 Updates: સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે વર્ષનું પ્રથમ બજેટ સત્ર શરૂ થશે. પ્રથમ તબક્કામાં ગૃહનું સત્ર 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.


બજેટ સત્રમાં હોબાળો થવાની શક્યતા


દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે અને સંસદ સત્ર પર તેની અસર પડશે તેમ માનવામાં આવે છે તેમજ સરકારની સાથે સાથે વિરોધ પક્ષો પણ સદનના માધ્યમથી મતદારોને સંદેશ આપવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ફરી એકવાર ગૃહમાં હંગામો થવાની સંભાવના વધી ગઈ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.