Parliament Special Session: સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી 5 બેઠકો સાથે બોલાવવામાં આવશે.
કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે (31 ઓગસ્ટ) ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં મહત્વના 10 બિલ રજૂ કરવામાં આવશે,
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સત્રમાં 10 થી વધુ મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવશે. બિલને કારણે વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. પ્રહલાદ જોશીએ લખ્યું કે તેઓ અમૃતકાળ દરમિયાન સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાચર્ચાની રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મણિપુર હિંસા અંગે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો.
આ પણ વાંચો
Military Coup: નાઇઝર બાદ આફ્રિકાના આ દેશમાં સૈન્ય બળવો, રાષ્ટ્રપતિને નજરકેદ કરાયા
Jawan Trailer Out: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રીલિઝ, એક્શન અને મનોરંજનથી છે ભરપૂર