UP Assembly Election 2022: શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ઉત્તર પ્રદેશના ડુમરિયાગંજમાં એક જનસભામાં સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું કે, અમને લાગ્યું કે ઉત્તર પ્રદેશમાં વિકાસ થવાનો છે. આ કેવી બહુમતી છે, જેમ કોઈ રાજાને બહુમત મળે એવુ બહુમત ભાજપને ઉત્તર પ્રદેશમાં મળ્યું હતું. પરંતુ જે પણ સપનાં દેખાડ્યાં હતાં એ સપનાં, સપનાં જ રહી ગયાં અને જુમલા બની ગયાં.


આદિત્ય ઠાકરેએ યોગીની ભવિષ્યવાણી કરતા દાવો કર્યો કે, ચૂંટણી બાદ યોગી આદિત્યનાથ પૂર્વ મુખ્યમંત્રી હશે. ઉત્તર પ્રદેશમાં અન્યાય વધી રહ્યો છે. આ સાથે જ સભામાં નવાબ મલિકની ધરપકડ પર આદિત્યએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ચૂંટણણી વખતે રાજનીતિક કારસો રચી રચી રહી છે. મહાવિકાસ અઘાડીની બધી પાર્ટીઓ એક સાથે છે અને લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. 


શિવસેનાની રાજનીતિ ક્યારેય નફરતની રાજનીતિ નથી રહીઃ રાઉત


આ પહેલાં શિસેનાના નેતા સંજય રાહઉે કહ્યું કે, ઈસ્ટ ઈન્ડિયા કંપની આપકો 10 માર્ચ કે બાદ નહી જોવા મળે અહીંયાથી તે હટી ગઈ છે એમ જ સમજો. જો આવો જ પરિવર્તનનો માહોલ રહ્યો તો 2024માં પણ ઈસ્ટ ઈન્ડિયા કંપની દિલ્લીથી ભાગી જશે. તેમણે કહ્યું કે, શિવસેનાની રાજનીતિ ક્યારેય નફરતની રાજનીતિ નથી રહી. અમારા હાથોમાં હિન્દુત્વનો ભગવો કેસરિયો અને ભગવો છે, પરંતુ હિન્દુ, શિખ, મુસ્લિમ, ઈસાઈ પણ છે. કોના શરીરમાં કોનું લોહી છે તે 10 માર્ચે ખબર પડશે.