Rahul Gandhi On Employment: કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રોજગાર મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે પીએસયુ સેક્ટરમાં રોજગારીની તકોના અભાવ અંગે ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે સરકાર પર દેશમાં રોજગાર ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.






અમૃતકાળમાં નોકરીઓ કેમ થઈ રહી છે ગાયબ: રાહુલ ગાંધી 


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "PSU એ ભારતની શાન હતું અને રોજગાર માટે દરેક યુવાનોનું સપનું હતું. પરંતુ આજે તે સરકારની પ્રાથમિકતા નથી. દેશના PSUsમાં રોજગાર 2014માં 16.9 લાખથી ઘટીને 2022માં માત્ર 14.6 લાખ થઈ. શું પ્રગતિશીલ દેશમાં નોકરીઓ ઘટે છે?" તેમણે આગળ લખ્યું, "BSNLમાં 1,81,127 નોકરીઓ ગુમાવી, SAILમાં 61,928, MTNLમાં 34,997, SECLમાં 29,140, ​​FCIમાં 28,063, ONGCમાં 21,120 નોકરીઓ. દર વર્ષે 2 કરોડ નોકરીના ખોટા વચનો આપનારે નોકરીઓ વધારવાને બદલે 2 લાખથી વધુ નોકરીઓ ખતમ કરી દીધી.






રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા


આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મણિપુર હિંસા પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, "ભાજપની નફરતની રાજનીતિએ મણિપુરને 40 દિવસથી વધુ સમય સુધી સળગતું રાખ્યું, જેમાં સોથી વધુ લોકો માર્યા ગયા." પીએમ ભારતને નિષ્ફળ કરી ચૂક્યા છે અને સંપૂર્ણપણે મૌન છે. હિંસાના આ ચક્રને સમાપ્ત કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવું જોઈએ." રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે આવો આ નફરતના બજારને બંધ કરીએ અને મણિપુરના દરેક દિલમાં મહોબ્બતની દુકાન ખોલીએ..