રાજકોટઃ જિલ્લાના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર 10 ઇંચ જેટલો વરસાદ પડતા તાલુકાનું છેલ્લી ઘોડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ અંગે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ગામના આગેવાનોએ અધિકારીને મદદ માટે જાણ કરી છે. તાલુકાના નારણકા, બાધી, ખંઢેરીમાં 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં અંદાજે 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે.


પડધરી તાલુકાના હેઠવાસના વિસ્તારોમાં રહેતાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા આદેશ અપાયો છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક સવરસાદના કારણે જળાસયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. પડધરી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ ન્યારી ડેમ-૨ ઓવરફ્લો થયો છે. ડેમમાં ૧૩,૬૧૬ ક્યુસેક પાણીની આવક છે. ગામના હેઠવાસમાં આવેલા ગોવિંદપર, ખામટા, રામપર, તરધડી,  વણપરી ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા મોનીટરીંગ ઓફિસર ફ્લડ સેલ અને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સૂચના આપવામાં આવી છે.