પોરબંદર શહેરમાં રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને સવારના આઠ વાગ્યા સુધીમાં બેથી અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે પોરબંદરના છાયા ચોકી રોડ, સુદામાચોક અને પેરેડાઈઝ ફુવારા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પોરબંદર શહેરમાં સવારના પાંચ વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યાર બાદ સવારના છ વાગ્યાથી ધીધીધારે વરસ્યો હતો જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને પગલે પાલિકા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરી હતી તો બરડા પંથકના ફટાણા, શીગડા અને મજીવાણા સહીતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો.

પોરબંદર જીલ્લામાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને કારણે મગફળીનું પાછોતરું વાવેતર કર્યું છે તે પાકને નુકશાન થવાની ભીતી છે જેન કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.