મોરબીઃ શહેરના સીપીઆઇ ચોક પાસે આવેલી બુઢ્ઢાવાળી લાઇનમાં જાહેરમાં જ 7 મહિનાના બાળકનું અપહરણ એક મહિલા કરીને જતી રહેતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે બાળકની માતાએ અપહરણકાર મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. બ્યુટીપાર્લરમાં સંતાનોને સંભાળવા આપ્યા પછી બાળકનું અપહરણ થયું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, મોરબીના મયુર પુલ પાસે રહેતા ગુડીબેન અશોકભાઈ દેલવાણીયાએ પોતાની જેઠાણી રાણીબેન મહેન્દ્રભાઈને ગત 28મી નવેમ્બરે પોતાના 3 સંતાનોને સંભાળવા માટે આપ્યા હતા. જોકે, જેઠાણી 7 માસના બાળકનું અપહરણ કરીને જતી રહેતા બાળકની માતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં જેઠાણી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોધાવી હતી.ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મોરબીઃ બ્યુટીપાર્લરમાંથી 7 મહિનાના બાળકનું કોણ અપહરણ કરીને થઈ ગયું ફરાર? યુવતીએ કોની સામે નોંધાવી ફરિયાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Dec 2020 10:56 AM (IST)
મોરબીના મયુર પુલ પાસે રહેતા ગુડીબેન અશોકભાઈ દેલવાણીયાએ પોતાની જેઠાણી રાણીબેન મહેન્દ્રભાઈને ગત 28મી નવેમ્બરે પોતાના 3 સંતાનોને સંભાળવા માટે આપ્યા હતા.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -