રાજકોટઃ ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવેલા આમ આદમી પાર્ટીએ હવે યુનિવર્સિટીઓની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટી હવે વિદ્યાર્થી પાંખની ચૂંટણીમાં પણ ઝંપલાવશે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારી સફળતા મળી હતી.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપ-કૉંગ્રેસના સભ્યો જ લડતા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટી પણ આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચૂંટણી લડશે.
ઈસુદાન ગઢવીએ ભાજપ કૉંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપ અને કૉંગ્રેસના સભ્યો માત્ર રાજકારણ કરવા જ આવે છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી પણ સેનેટ લડશે. આ માટે સેનેટ ચૂંટણીના ઈંચાર્જ તરીકે રાજભા ઝાલાની નિયુક્તિ કરવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં અનેક લોકો ઓનલાઈન સાથે ઓફલાઈન ચૂંટણી થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચાર વગર ચૂંટણી થાય તેવા આમ આદમી પ્રયત્નો કરશે તેમ ઈસુદાને જણાવ્યુ હતું.
ઉત્તરપ્રદેશમાં કોને મળશે કેટલી સીટ ? શું કહે છે C-Voter સર્વે
ઉત્તર પ્રદેશમાં તમામ પક્ષો આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. લગભગ તમામ પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે 400 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મોટા ફેરફારની વાત કરી રહ્યા છે. ઉપરાંત સત્તામાં રહેલી ભાજપ ગત વખત કરતાં વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. દરમિયાન એબીપી સી-વોટરે યુપીના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. એબીપી ન્યૂઝ સી વોટરે આ વખતે જનતા કોની સરકાર બનાવવાના મૂડમાં છે તે જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો.