Accident :રાજકોટના ધોરાજી નજીક ભાદર નદીના પુલ પર સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. બાઇક પુલની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકની ઓળખ રફીક ગફાર ભાઈ તરીકે થઇ છે. રેલિગ સાથે અથડતા માથાના ભાગમા ગંભીર ઇજા પહોચતા ચુવકનું ઘટના સ્થળ જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં
ટોલ નાકા એમ્બયુલન્સ દ્વવારા મૃત ના મૃતદેહ ને પીએમ અર્થ હોસ્પિટલ લઇ જવાયો હતો.
તો બીજી તરફ ઊંઝા નજીક ડેરાસણામાં સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત થયું છે. અઙીં રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ત્રણ સંતાનોએ પિતાના મોતથી પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત અંગે તપાસ હાથ ઘરી હતી.
પંચમહાલના ગોધરાના મોરા હાઇવે પાસે સર્જાયેલા રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.પંચમહાલ ગોંધરાના મોરા હાઇવે પાસે જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. ગઇકાલે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઉલ્લેખનિય છે કે,ખાનપુર હોસ્પિટલમાંથી દવા લઈ બાઇક પર દાદી અને પૌત્રને પરત ફરતા હતા આ સમયે જીપ ચાલકે તેને અડફેટે લેતા દાદીનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો બાઇક ચલાવનાર પૌત્રને ગંભી ઇજા પહોંચી હતી દો કે તેમને હોસ્પિટલ લઇ જતાં સમયે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. સ્પીડમાં આવતી જીપના ડ્રાઇવરે સ્ટચરિંગ પરથી કાબૂ ગૂમવતા અકસ્માત સર્જાયો હતો.
તો બીજી તરફ કચ્છમાં ગણેશ વિસર્જન સમયે 3 લોકો તળાવમા ડૂબી જતાં મોત થયા છે.:ગણેશ વિસર્જન સમયે કચ્છના ગાંધીધામમાં અંતરજાળ ગામ પાસેના તળાવમાં ડૂબી જતા ત્રણના મોત થયા છે જ્યારે 2 લોકોને બચાવી લેતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોના મૃતદેહને આદિપુરની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. ઘટના સમાચાર મળતાં મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: રાજયમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં રહેશે મેઘમહેર
સૌરાષ્ટ્રને આજે મળશે પહેલી વંદે ભારત ટ્રેન, અમદાવાદ-જામનગર ભારત એક્સપ્રેસને PM મોદી આપશે લીલી ઝંડી
Weather Update Today: આજે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, નાગપુરમાં પૂરથી 10 હજાર મકાનને નુકસાન