રાજકોટઃ કોગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી સરકાર અને રાજકોટ પોલીસ પર પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે ચૂંટણી આવી રહીં છે, ભાજપના નારાજ નેતાઓ પણ કોંગ્રેસમાં આવશે. ઘણા ભાજપના પૂર્વ મંત્રીઓ નારાજ છે. તાજેતરમાં જ કોગ્રેસ છોડનારા જયરાજસિંહને લઇને હાર્દિકે કહ્યું કે જયરાજસિંહ પાર્ટીના ખૂબ  જ સારા પ્રવક્તા હતા. રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઇ છે. જયરાજસિંહના પક્ષ છોડવા પર મારે કંઇ કહેવુ નથી. વિપક્ષમાં રહીને કોઇ પણની અપેક્ષા પૂરી કરવી ખૂબ જ અઘરી છે. કોગ્રેસ છોડીને ગયેલા નેતાઓની હાલત શું છે તે બધા જાણે છે.


રાજકોટ પોલીસ દ્ધારા કટકી કાંડને લઇને હાર્દિક પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે  લોકોને તકલીફ અને મુશ્કેલી હોય તો પોલીસ પાસે જતા હતા પણ રાજકોટની પોલીસે જ તોડબાજી કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચને હાર્દિકે ખાસ બ્રાંચ ગણાવી હતી. હાર્દિકે કહ્યું કે ખાસ બ્રાંચે કરોડોની કમાણી કરી સીપીનું ઘર ભરવાનું કામ કર્યુ છે.


હાર્દિક પટેલે કહ્યું કે રાજકોટ પોલીસ કમિશનર ઘરમાં કૂતરો પાળે છે અને તેનું નામ પ્રેસિડેન્ટ રાખ્યું છે. કમિશનર અમદાવાદમાં તેના કૂતરાનો જન્મદિવસ ઉજવે છે. રાજકોટ ખાસ બ્રાંચના કેટલાક અધિકારીઓ કમિશનરના કૂતરાના ચાર પગમાં પહેરવા સોનું લાવે છે. રાજકોટના લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પોલીસ કમિશનરના નજીકના વ્યક્તિએ અમદાવાદથી કરોડોનું સોનુ ખરીદ્યુ છે. કમિશનરની નજીકના વ્યક્તિના બર્થ ડે પર ગિફ્ટમાં ખાસ બ્રાંચે એન્ડેવિયર કાર આપે છે. પોલીસના કથિત કમિશનકાંડ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી ચૂપ કેમ છે?


દરરોજ 100 રૂપિયાથી પણ ઓછા રૂપિયા બચાવીને બાળકોનું ભવિષ્ય કરો સુરક્ષિત, LICની આ સ્કીમમાં કરો રોકાણ


જેને આપણે અનહેલ્ધી ગણીને અવોઇડ કરીએ છીએ, એ પાણી પુરીના પાણીના છે અનેક ફાયદા, જાણો હેલ્થ ફેક્ટ


Kutch Honey Trap : યુવતીના ચક્કરમાં ફસાયેલા યુવકનો તોડ કરી રહેલી નકલી પોલીસનો કેવી રીતે થયો પર્દાફાશ? જાણો મોટો ખુલાસો


ફિલ્મો છોડીને કરિના કપૂર આવી રહી છે આ સીરિયલમાં, જાણો આ કઇ સીરિયલ છે ને કઇ ચેનલ પરથી દેખાશે.......