મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2019મા સગીર વયની માનસિક બીમારી ધરાવતી 14 વર્ષની છોકરી સાથે તેને ચોકલેટની લાલચ આપી તેની બૌદ્ધિક ક્ષમતાનો ગેરલાભ લઈ અવારનવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 20000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. 




આ કેસના તપાસ કરનાર અધિકારી તત્કાલીન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ એ ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી ડી પરમાર હતા. જેમણે  80 જેટલા મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા તથા વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરીચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા આ કેસ  ચાલતા જેમાં 16 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા અને 63 થી વધારે દસ્તાવેજી પુરાવાના આધારે સરકારી વકીલ  એન.ડી કારીઆની દલીલના આધારે નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટ મોરબી દ્વારા આરોપીને 20વર્ષની સખત કેદની સજા અને 20,000 રૂપિયા દંડની સજા ફટકારી છે.