રાજકોટઃ છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો ચાલી રહી છે પરંતુ 31 મે એટલે કે મંગળવારના રોજ આ અટકળોનો અંત આવી શકે છે. મંગળવારના રોજ નરેશ પટેલ રાજનીતિમાં નહીં આવવાની જાહેરાત કરી શકે છે.


મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નામ જાહેર નહી કરાય તો નરેશ પટેલ કોગ્રેસમાં સામેલ થવાના નિર્ણય પર પૂર્ણ વિરામ મુકી શકે છે. નરેશભાઈને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો CMનો ચહેરો બનવું છે પરંતુ આવું ન થાય તો નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય એ નક્કી જ છે. જો આમ ન ગોઠવાય તો નરેશભાઈ વડીલોના નામ આગળ કરી રાજકરણ પ્રવેશ નહિ કરે તેવી શકયતા છે.


જો કે મોટા ભાગના યુવાનો કહે છે કે નરેશભાઈ પટેલે રાજકારણમાં જોડાવુ જોઈએ. થોડા દિવસ પહેલા નરેશભાઈએ મીડિયાને કહ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં જોડાશે કે નહીં તે જાહેર કરશે. જેથી 31 તારીખ સુધીમાં નરેશભાઇ પટેલ મોટી જાહેરાત કરી શકે છે.


વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને કોગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનવું છે પરંતુ કોગ્રેસ હાઇકમાન્ડ આ માટે રાજી નથી અને કહ્યું હતુ કે તમને પહેલા પાર્ટીમાં જોડાવ પછી આ મામલે વાતચીત કરીશું.


જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જો કોગ્રેસ પોતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર નહી કરે તો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાશે નહી તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં સમાજ અને વડીલો ના પાડે છે એવું કહીને નરેશ પટેલ પક્ષમાં જોડાવાનો ઇનકાર કરી શકે છે.


 


આ પણ વાંચોઃ 


Money laundering case: એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને કોર્ટે આપી મોટી રાહત, જાણો


Bell in Puja: પૂજા અને આરતી દરમિયાન કેમ વગાડવામાં આવે છે ઘંટડી, જાણો શું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ


KGF2 Rocky Bhai: 14 વર્ષના કિશોરને રોકીભાઈ બનવું ભારે પડ્યું, દવાખાને દાખલ કરવો પડ્યો, જાણો સમગ્ર મામલો


Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે