Edible Oil Prices: રાજ્યમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળીની બંપર આવક અને પિલાણમાં તેજી હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં આજે પણ વધારો થયો છે. આજે પણ સીંગતેલમાં 20 રૂપિયા જેટલો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2700ને પાર થયો છે. બે દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે.


ગઈકાલે 30 રૂપિયાનો થયો હતો વધારો


સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. ગઈકાલે અલગ અલગ બ્રાંડના ડબ્બાના ભાવમાં 30 રૂપિયા સુધીનો વધારો થતાં ફરી સિંગતેલના ડબ્બાનો ભાવ 2680 થી 2700 રૂપિયા પહોંચી ગયો છે.


PM મોદી આજે ત્રિપુરા અને મેઘાલયના પ્રવાસે છે. 6800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. પૂર્વોતર પરિષદના સુવર્ણ જયંતિ સમારોહમાં તેઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ત્રિપુરા અને મેઘાલયની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ શિલાન્યાસ કરશે અને ત્યાં 6,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમઓએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં હાઉસિંગ, રોડ, એગ્રીકલ્ચર, ટેલિકોમ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી), પર્યટન અને હોસ્પિટાલિટી સહિતના અનેક ક્ષેત્રોના પ્રોજેક્ટ સામેલ છે. પીએમઓએ કહ્યું કે મોદી નોર્થ-ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતી ઉજવણીમાં પણ ભાગ લેશે અને શિલોંગમાં તેની બેઠકમાં ભાગ લેશે. અગરતલામાં મોદી 'પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અને ગ્રામીણ' હેઠળ બે લાખથી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.


PMOએ કહ્યું હતું કે નોર્થ-ઈસ્ટ કાઉન્સિલ (NEC)નું ઔપચારિક ઉદ્ઘાટન 7 નવેમ્બર, 1972ના રોજ કરવામાં આવ્યું હતું. તેણે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને વિકાસ પહેલોને સમર્થન આપીને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. PMOએ જણાવ્યું હતું કે NEC એ શિક્ષણ, આરોગ્ય, રમતગમત, જળ સંસાધનો, કૃષિ, પર્યટન અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં મૂલ્યવાન મૂડી અને સામાજિક માળખાકીય સુવિધા ઊભી કરવામાં મદદ કરી છે.


PM મોદી 4G ટાવર સમર્પિત કરશે


પીએમઓએ કહ્યું હતું કે એક જાહેર સમારંભમાં મોદી 2,450 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રદેશમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવાના પગલામાં વડાપ્રધાન રાષ્ટ્રને 4G ટાવર સમર્પિત કરશે, જેમાંથી 320 થી વધુ પૂર્ણ થઈ ગયા છે અને લગભગ 890 બાંધકામ હેઠળ છે.


ત્રણ રાજ્યોમાં 4 રોડ પ્રોજેક્ટની ભેટ


મોદી ત્રણ રાજ્યો મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ચાર રોડ પ્રોજેક્ટ સહિત અન્ય અનેક વિકાસ પહેલો શરૂ કરશે. આ ઉપરાંત તેઓ ઉમસાવલી ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) શિલોંગનું ઉદ્ઘાટન કરશે.