Rajkot: સીંગતેલના ભાવમાં વધારો થવાનું યથાવત છે. સીંગતેલના ભાવમાં સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે. 3 દિવસમાં સીગતેલમાં ડબ્બે 130 રૂપિયાનો ભાવ વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાગ 2850 થી વધીને 3000 સુધી પહોંચ્યો છે. સીંગતેલનો ડબ્બો સતત બીજી વખત 3000 એ પહોંચ્યો છે.


સીંગતેલના ભાવમાં કેમ થયો ભડકો


છેલ્લા થોડા દિવસમાં ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો થઈ રહ્યો છે. સીંગતેલના સતત ભાવ વધારાને લઈને ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. ગત વર્ષે પણ સીંગતેલના ભાવ આસમાને પહોંચ્યા હતા. મગફળીના ભાવ પણ ખૂબ સારા જેના કારણે પણ તેલના ભાવ વધ્યા છે.


અન્ય તેલોના ભાવમાં સરેરાશ ત્રણ મહિનામાં 400 થી 500 રૂપિયાનો ઘટાડો થયો છે. કપાસિયા તેલનો ભાવ 1900 થી 2000 રૂપિયા છે. કપાસિયા તેલના ભાવમાં ત્રણ મહિનામાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. સન ફ્લાવર તેલના ડબ્બાનો ભાવ 1900 થી 2000 રૂપિયા છે, સન ફ્લાવર તેલના ભાવમાં મહિનામાં 550 રૂપિયાનો ઘટાડો થયો છે.


પરિણીતાએ એમ્બ્રોઈડરીના કારખાનેદારને ઘરે બોલાવી માણ્યું શરીરસુખ, પતિએ બનાવી લીધો વીડિયો ને પછી


સુરતના સિંગણપોરના એમ્બ્રોઈડરીનો કારખાનેદાર હનીટ્રેપનો શિકાર બન્યો હતો. મહિલાએ સંબંધ કેળવ્યા બાદ ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધીને વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ રોકડા પાંચ લાખ સહિત ફ્લેટ પચાવી પાડ્યો હતો. પોલીસે હર્ષા જોષી, તેના પતિ પરેશ જોષી અને સંબંધીની ધરપકડ કરી છે.


કેવી રીતે ફસાવ્યો હનીટ્રેપમાં ?


સિંગણપોર ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ ભાવનગરના ઉમરાળાના વતની 40 વર્ષીય વ્યક્તિ એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. 2006માં ઉમરાળામાં હીરાનું કારખાનું ધરાવતો હતો તે સમયે તેના કારખાનાની સામે હર્ષા જોષી તથા તેનો પતિ પરેશ જોષી રહેવા આવ્યા હતા. બંન વચ્ચે રોજની આવનજાવનના પગલે પરિચય થયો હતો. હર્ષા જોષીએ કારખાનેદારને એમ કહ્યું હતું કે, તેનો પતિ બેકાર છે. નોકરીએ રાખી લો તો સારું. જે તે સમયે દિનેશે પરેશને નોકરીએ રાખી લીધો હતો. બાદમાં હર્ષાએ તેને પ્રેમ કરે છે કહી ઘરે બોલાવ્યો હતો. હર્ષાના ઘરે બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે પછી પરેશ જોષીએ પોત પ્રકાશ્યું હતું અને પાંચ લાખ પડાવી લીધા હતા. થોડા સમય પહેલા જોશી પરિવાર કતારગામમાં લલીતા ચોકડી નજીકના પાર્વતી નગરમાં રહેવા આવી ગયો હતો.


મહિલાએ જૂની વાતો ભૂલી જાવ, આપણે મળીએ તેમ કહી જાળમાં ફસાવી ઘરે બોલાવીને કર્યો તોડ


હર્ષાએ ફરીવાર કારખાનેદારનો સંપર્ક કર્યો હતો અને જૂની વાતો ભૂલી જાવ, આપણે મળીએ તેમ કહી જાળમાં ફસાવી ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત જૂનો વીડિયો બતાવી હર્ષા, તેના પતિ તથા ત્રણ સાગરિતોએ ફ્લેટનો બળજબરીપૂર્વક કબ્જો લઇ લીધો હતો. ઉપરાંત બ્લેકમેલ કરીને ઘરે જઈને માર માર્યો હતો. આ બાબતે કારખાનેદારે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હર્ષા, તેના પતિની ધરપકડ કરી હતી.