રાજકોટ: સૌરાષ્ટ્ર કચ્છમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકમાં વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.  ગોંડલમાં વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. 


સૌરાષ્ટ્રમાં  કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના ખેડૂતોને મોટુ નુકસાન થયું છે.  ગોંડલ તાલુકાના ગોમટા ગામના ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલા તલ, ડુંગળી, અડદ, મગ સહિતના ઉનાળું પાકને નુકસાન થયું છે. ખાતર, દવા, બિયારણ, અને મજૂરીનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે.  ખેડૂતોએ સહાયની માંગણી કરી છે. 


રાજકોટમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે.  ઉપેલટા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  તલ, મગ સહિતના પાકને નુકસાન થયું છે.  સતત બે દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 


ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર


ગુજરાતમાં હજુ કમોસમી વરસાદ પડશે.  હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે.  હવામાન વિભાગના અનુસાર, ક્લાઈમેટ ચેન્જના કારણે ભરઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે. 
 
હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.   ત્યારબાદ બે દિવસ તાપમાનનો પારો સ્થિર રહેશે.   કમોસમી વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.. દરિયાઈ વિસ્તારમાં મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે.


અમરેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. આગામી સમયની અંદર કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં વધુ એક વાર મુશ્કેલી વધી છે.  સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


છેલ્લા 24 કલાકમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 27 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં અમરેલીના ધારીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.


અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો ગઢડામાં દોઢ ઇંચ, બરવાવાળામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી, નખત્રાણા, લાઠી, કલ્યાણપુર, જસદણમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. વલ્લભીપુર, ઉમરગા, વિલિયા, ખાંભા, અંજારમાં પા-પા ઇંચ વરસાદ પડ્યો છે.