પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. ટુંકી સારવાર બાદ 82 વર્ષની વયે  મેહલોલ મુકામે આવેલ તેમના નિવાસે લીધા તેમણે અંતિમ શ્વાસ લીધા.સતત પાંચ ટર્મ સુધી  તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે.બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહના નિધનથી ગુજકાતના રાજકારણમાં શોકનો માહોલ છે.


રાજકીય સફર


પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી.  તેઓ  તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા.


1980 અને 1985માં પ્રભાતસિંહે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી  કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓએ જીત મેળવી હતી. ત્યારબાદ 1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી તેઓ  1995, 1998 અને 2002માં ચૂંટણી લડ્યા અને જીત પણ હાંસિલ કરી હતી. તેઓ  તેમના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલયમાં મંત્રી તરીકેની સેવા આપી હતી.


 ત્યારબાદ 2007માં તેઓ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા.આ સમયે તેમના પુત્ર પણ કાલોલથી અપક્ષ ઉમેવાદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા જો કે તેઓ પણ હારી ગયા હતા. તેઓ 2009 અને 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. ટૂંકમાં તેઓ તેઓ પંચમહાલના સાંસદ પદે પણ 2 ટર્મ સુધી રહ્યાં હતાં..તેમને 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા. ગત વર્ષ સુધી તેઓ રાજકીય જગતમાં સક્રિય હતા. ભાજપથી નારાજ થઈને તેઓ ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા.                             


આ પણ વાંચો 


Asian Para Games: ભારતે એશિયન પેરા ગેમ્સમાં કર્યું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ચાર દિવસમાં જીત્યા 75 મેડલ


શેરબજારમાં તેજી વાળા ઉંઘતા ઝડપાયા, છ દિવસમાં રોકાણકારોના 20 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા


Delhi High Court: પત્નીને ભરણપોષણ ભથ્થું ચૂકવવામાં વિલંબ કરવો ભારે પડશે, વાંચો દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ


ભારત શ્રવણ કુમારની ભૂમિ છે, માતા-પિતાની સંભાળ રાખવી એ બાળકોની નૈતિક અને કાનૂની ફરજ છે - અલ્હાબાદ હાઈકોર્ટ