રાજકોટ: રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે અલગ-અલગ જણસની આવક થતી હોય છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ચણાની આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં ચણાની 70થી 75 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી. ચણાની હરાજીમાં 20 કિલોના ભાવ રુપિયા 1000થી લઈને 1156 સુધી બોલાયા હતતા. 


ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બંને બાજુ ચણા ભરેલા 700થી પણ વધારે વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. ચણાની અઢળક આવકને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ચણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે. 


યાર્ડના ચેરમેને જણાવ્યું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકની જાહેરાત કરવામાં આવી હતી અને જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોને  ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર ભરોસો છે એની પાછળનુ કારણ એ છે કે ખેડૂતોને મહામેહનતે પકવેલા પાકનો સારો ભાવ અહીં મળે છે. સારો ભાવ ગોંડલ યાર્ડમાં એટલે મળે છે કે અહી સમગ્ર ભારતમાંથી મોટી મોટી ફૂડ કંપનીઓને  અહીં વેપાર માટે બોલાવવામાં આવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાની જણસી વેંહચવા ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.  




ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની ભરપુર આવક થવા પામી છે. જેને લઈને યાર્ડની બહાર વાહનોની ચાર થી પાંચ કીમી કતાર જામી હતી. માર્કેટ યાર્ડમાં ચણાનાં 70 થી 75 હજાર કટ્ટાની રેકર્ડ બ્રેક આવક થવા પામી છે. હરરાજીમાં વીસ કિલોના ભાવ રૂ.1000 થી લઈ રૂ.1156 સુધી બોલાયા હતા. ચણાની ભારે આવકને લઈને યાર્ડનાં સતાધીશો દ્વારા બીજી જાહેરાતના કરવામાં આવે ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી છે.


સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ વેચાણ અર્થે આવતી હોય છે. ખેડૂતોની જણસીઓના વેચાણ માટે ડિજિટલ વ્યવસ્થા સાથે માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોના માલ ભરેલ વાહનનો પ્રવેશ ગેટ પાસ, ક્યા છાપરામાં કઈ જગ્યાએ ખેડૂતનો માલ ઉતર્યો અને હરાજીમાં પોતાની જણસી કેટલી કિંમતમાં વેચાઈ? સહિત તમામ વ્યવસ્થાને કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવી છે. 


ખેડૂતોને માર્કેટ યાર્ડમાં માલ પ્રવેશ સાથે હરાજીમાં વેચાણ સુધીની આ તમામ વસ્તુઓને માર્કેટ યાર્ડ સતાધીશો ડિજિટલ કરી છે.જેમની તમામ જાણકારી ખેડૂતોને પોતાના ખેતરમાં બેઠા-બેઠા મોબાઈલમાં મળી જાય તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતભરમાં ગુજરાતનું મોખરાનું સ્થાન ધરાવતું ગોંડલ માર્કેટ દેશભરમાં પ્રથમ પેપરલેસ ડિજિટલ માર્કેટ યાર્ડ બનવા પામ્યું છે.