રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તો કોરોનાના દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે હવે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જોકે, રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજકોટવાસીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. જે જાણીને લોકોને થોડી રાહત થશે.
વાત એવી છે કે, કોવિડ હોસ્પિટલમાં મોતનો આંક સતત નીચો જઇ રહ્યો છે. 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 12 દર્દીના મોત થયા છે. છેલ્લા 4 દિવસથી મોતનો આંક નીચો જઇ રહ્યો છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં હાલ, 1599 એક્ટિવ કેસો છે. તેમજ અત્યાર સુધીમાં 6587 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 131 લોકોના મોત થયા છે.
કોરોનાના કહેર વચ્ચે રાજકોટવાસીઓ માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 10:06 AM (IST)
કોવિડ હોસ્પિટલમાં મોતનો આંક સતત નીચો જઇ રહ્યો છે. 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 12 દર્દીના મોત થયા છે. છેલ્લા 4 દિવસથી મોતનો આંક નીચો જઇ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -