રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાના સંકેતો મળી રહ્યા છે. મહાનગર પાલિકાની ચૂંટણી પૂરી થતાં જ રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી વધારો કરાયો છે. પહેલા રાજકોટ શહેરમાં દરરોજના 30 થી 35 કેસ આવતા હતા. હવે દરરોજના 50 કેસ આવી રહ્યા છે. ચૂંટણી બાદ તરત જ કોરોનાના કેસ વધ્યા છે. લોકો કહેતા હતા કે ચૂંટણી બાદ કોરોનાને કેસ વધશે તે વાત આખરે સાચી પડી છે. નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલ્યા અને કોરોનાના કેસ વધ્યા છે.

બેફામ બનેલા નેતાઓ અને તેમની ભીડના કારણે સંક્રમણ વધવાનું નક્કી છે. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા કાઢી નંખાયેલા ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. જોધપુર ખાતેના ડોમ ઉપર સવારથી 4 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 4 નાગરિકોને કોરોનાના લક્ષણો હોવાના કારણે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે 4 પૈકી એક પણ પોઝિટિવ નહિ. ABP અસ્મિતાએ કરેલી અપીલ છતાં બેફામ બનેલા નેતાઓના કારણે સહન જનતા કરશે. સતત સભાઓ અને રેલીઓમાં માસ્ક વગર ફરતા અને ટોળે વળેલા નેતાઓના કારણે નાગરિકોમાં સંક્રમણ વકરવાનો ભય છે.

પાટનગર ગાંધીનગરના સેક્ટર-21માં આવેલ કોરોના ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાઇન જોવા મળી રહી છે. સેક્ટર 21નાં ડોમ પર સામાન્ય રીતે ઘણા સમયથી ટેસ્ટિંગ કરાવનાર લોકોની પાંખી હાજરી રહેતી હતી, પણ હવે ટેસ્ટિંગ કરાવનાર લોકોની સંખ્યાં વધી છે. લોકોની સંખ્યા વધી એના બે કારણ એક હોસ્ટેલ શરૂ થતા હોસ્ટેલમાં ટેસ્ટિંગ ફરજીયાત માંગે છે. બીજુ ઋતુ ચેંજ થતા લોકો કોરોનાં જેવા લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા આવે છે. સેક્ટર 21નો આ ડોમ ચાલુ જ હતો બંધ નથી કર્યો પણ થોડા લોકો હવે વધું જોવા મળે છે.