જસદણઃગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. રાજકોટ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જસદણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જિલ્લા નેતૃત્વ અને સ્થાનિક નેતા ઇચ્છતા હતા કુંવરજી બાવળિયા હારે. ભાજપના ઉમેદવારને પાડી દેવા ભોળાના નામનો ઉપયોગ કર્યો હતો. ભોળા ગોહેલ કોગ્રેસના ઉમેદવાર છે. ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીની હોવાની ચર્ચા છે. આ મામલે કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે ગજેન્દ્ર રામાણી અને તેમના સાથીઓએ મારા વિરુદ્ધ કામ કર્યું છે. મેં પ્રદેશને આ બાબતે ઓડિયો ક્લિપ મોકલીને જાણ કરી છે.
કુંવરજી બાવળીયાએ કહ્યું મારા વિરુદ્ધ ગજેન્દ્ર રામાણીએ કામ કર્યું છે અને સાંકેતિક ભાષામાં તેઓ વાત કરે છે. જસદણ ભાજપના અગ્રણી ગજેન્દ્રભાઈ જે બોલે છે તેના પરથી સાબિત થાય છે કે આની પાછળ ભરત બોઘરા છે. કથિત ઓડિયો ક્લિપ મામલે પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ક્યાંય પણ અશિસ્ત થયાનું ધ્યાને આવશે તો તેમની સામે પગલા લેવામાં આવશે.
Gujarat Election Result 2022: અર્જુન મોઢવાડિયાએ પરિણામ પહેલા જ ભારે લીડથી જીતનો કર્યો દાવો, કહ્યું- કોંગ્રેસની સરકાર બનશે
ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.
આજે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મોટોદાવો કર્યો છે. તેમણે કહ્યું, આ વખતે કોંગ્રેસની સરકાર બની રહી છે, એક્ઝિટ પોલથી સંપૂર્ણ વિપરીત પરિણામ આવશે. અમારી ધારણા કરતા 10થી 15 બેઠક ઓછી આવશે, અમે 125 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. AAP માત્ર અમારા વોટ તોડ્યા તેમને બેઠક નહિ મળે, અમે પ્રચારમાં જેમને બોલાવ્યા તે, પ્રચાર કરવા આવ્યા જ છે. અમારા ધારાસભ્યો નક્કી કરશે કે, મુખ્યમંત્રી કોણ બનશે. પોરબંદરથી હું ભારે લીડથી જીતી રહ્યો છું.