સોમનાથઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ હવે ધમધમાટ શરૂ થયો છે. સોમનાથથી શંખનાદ નામે કોંગ્રેસે વેરાવળમાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને સૌરાષ્ટ્રના 21 ધારાસભ્યોમાંથી 19 ધારાસભ્યો જોડાયા છે. જ્યારે પ્રતાપ દૂધાત અને અમરિશ ડેર આ રેલીમાં ગેરહાજર રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર ઝોનનું વેરાવળમાં મહામંથન થવાનું છે. કોંગ્રેસે 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે સૌરાષ્ટ્રથી શંખનાદ શરૂ કર્યો છે. 


વિશાળ બાઇક અને કારોનો કાફલો રેલીમાં જોડાયો છે. રેલી વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પર ફરી સોમનાથ મંદિર પહોંચશે. મુખ્ય માર્ગો ઉપર થઈ સોમનાથ મંદિર પહોંચી મહાદેવને ઘ્વજા રોહણ કરશે. બપોરે 3 વાગ્યે 2022ની વિધાનસભા ચૂંટણીનું મંથન બેઠક યોજાશે.


બીજી તરફ ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ ભાજપ માં જવાની અટકળોનો અંત કર્યો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પાર્ટીની નેતાગીરી સાથે છું. પાર્ટી સાથે કોઈ અસંતોષ નથી. કોઈને કોઈ મિત્રો આવી વાતો ચલાવતા હોય છે. તેમણે ભાજપના નેતાઓ સાથેના ફોટા અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને તેને સામાન્ય ગણાવ્યું હતું. 


સોમનાથ ખાતે કોંગ્રેસનું ચૂંટણી મહામંથન થવાનું છે. કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન મારું બુથ - મારું ગૌરવ ૨૪ જૂન ૨૦૨૨ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકો થશે. સોમનાથથી શંખનાદ સાથે કોંગ્રેસ આવનાર વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકના લક્ષ્યાંક સાથે ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે. ગુજરાત પ્રભારી ડો રઘુ શર્મા, AICC ના સેક્રેટરીઓ , ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સૌરાષ્ટ્ર ના ધારાસભ્યો અને આગેવાનો સોમનાથ આવી પહોંચ્યા. 


Gujarat Rain : સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, માણાવદર-ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો


અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. ગઈ કાલે જૂનાગઢના માણાવદર અને અમેરલીના ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખબાક્યો હતો. આ સિવાય ગીર ગઢડા, સાવરકુંડલા અને રાણાવાવમાં બે ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો હતો. 


જ્યારે છોટાઉદેપુરના ક્વાંટ, કુતિયાણા, પોરબંદર, બોડેલી, નખત્રાણા, વાલિયા, મહુવા, કપરાડા, વડિયા, ખંભાત તાલુકામાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો સંજેલી, ધ્રોલ, કોડીનાર, બાલાસિનોર, ધરમપુર, મેઘરજ, ઉપલેટા, છોટાઉદેપુર, બાયડ, માંગરોળ, વાંસદા, જાંબુઘોડા, વડગામ, મોડાસા, ફેતપુરામાં અડથાથી પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 


આ ઉપરાંત તળાજા, વેરાવળ, બગસરા, મુન્દ્રા, પારડી, લિલિયા, ભેસાણ, જેતપુર, માંડવી, ડાંગ, લાલપુર, સૂત્રાપાડા, ડેસર, અમરેલી, પાલિતાણા, અંજાર, ડભોઈ, વિસનગર અને તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.