રાજકોટઃ લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના માંગરોળ, માળીયા અને ગીર સોમનાથના તાલાલામાં 6.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.  રાજ્યના 181 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના.માળીયાનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાયું હતું. રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.

Continues below advertisement

ગીર સોમનાથના ઉનામાં 5 ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ, ગીર ગઢડામાં 4 ઇંચ, ખંભાળિયામાં 3.5 ઇંચ, વેરાવળમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કોડીનારમાં 2.5, કેશોદમાં 2.5, ઉમરગામમાં 2.5, સાપુતારામાં 2, ગોંડલમાં 2, માણાવદર 2, કુતિયાણામાં 2, મહુવામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  

રાજ્યમાં સવારે 8થી 10 સુધીમાં સૌથી વધુ તાલાલામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ઉનામાં 4 ઇંચ, જૂનાગઢના માળિયામાં 2.5 ઇંચ, માંગરોળમાં 2.3 ઇંચ, કેશોદમાં 1.5 ઇંચ, ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.  સૌરાષ્ટ્રમાં પણ લાંબા વિરામ પછી વરસાદ શરૂ થયો છે. ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વઘુ માંગરોળમાં 9 ઇંચ  અને માળિયા હાટીનામાં 6.5 ઇંચ  વરસાદ ખાબક્યો હતો. જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

Continues below advertisement

બુધવારે સવારે 6થી 10માં જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા જોઇએ તો માંગરોળમાં 4 ઇંચ , માળિયાહાટીનામાં 5.5 ઇંચ , કેશોદમાં 2 ઇંચ, જૂનાગઢમાં 7 મિમી, ભેંસાણમાં અડઘો ઇંચ, મેંદરડામાં અડઘો ઇંચ, માણાવદરમાં 1.5 ઇંચ, વંથલીમાં અડધો ઇંચ, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે.

માંગરોળ પંથકમાં રાત્રિના 2થી સવારે 10 વાગ્‍યા એટલે 8 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસતાં બારેમેઘ ખાંગા જેવી સ્‍થ‍િતિ સર્જાઈ છે. માંગરોળ શહેર અને પંથકના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવા લાગ્‍યા છે. જ્યારે પંથકના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોના માર્ગો પર પાણી ભરાયાની સાથે વોકળા-નદીઓમાં નવા નીર વહેતા થયા છે. જ્યારે જિલ્લાના માળિયાહાટીના પંથકમાં પણ 8 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. ગત રાત્રિથી માળિયાહાટીના વિસ્‍તારમાં સતત વરસી રહેલા વરસાદને પગલે પાણીની મબલક આવકને પગલે તાલુકાની વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્‍યું હતું. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. લાંબા વિરામ બાદ બારેમેઘ ખાંગા જેટલો વરસાદ વરસી જતાં મગફળીના પાકને જીવતદાન મળ્યું હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળતી હતી.